Dharmendra Health Update: બોલીવુડના 'હી મેન'ને દુખાવો થતા હોસ્પિટલમાં કરાયા દાખલ, ટ્વીટ કરી એક્ટરે આપી આ જાણકારી

Dharmendra Health Update: બોલીવુડ એક્ટર ધર્મેન્દ્ર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રવિવારના તેમણે તેમની તબિયત વિશે ટ્વીટ કરી જાણકારી આપી છે.

Dharmendra Health Update: બોલીવુડના 'હી મેન'ને દુખાવો થતા હોસ્પિટલમાં કરાયા દાખલ, ટ્વીટ કરી એક્ટરે આપી આ જાણકારી

Actor Dharmendra Released From ICU: બોલીવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. જો કે, હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે ધર્મેન્દ્રએ પોતાના સ્વાસ્થ્ય અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.

દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ ટ્વીટ કરી સ્વાસ્થયની જાણકારી આપતા તેમણે લખ્યું શરીર પ્રત્યે બેદરકાર રહેવાનું પરિણામ ભોગવવું પડે છે. જેનું પરિણામ તેમને સ્નાયુઓમાં દુખાવાના રૂપમાં સહન કરવું પડે છે. દુખાવો એટલો વધારે હતો કે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ધર્મેન્દ્રએ વધુમાં કહ્યું કે, તમારા બધાની પ્રાર્થના અને ભગવાનના આશીર્વાદથી હવે હું સ્વસ્થ છું. લવ યૂ ઓલ.

— Dharmendra Deol (@aapkadharam) May 1, 2022

જો કે, આ અગાઉ સમાચાર આવ્યા હતા કે બોલીવુડ એક્ટર અને તેમના મોટા પુત્ર સની દેઓલ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે સમય પસાર કર્યો હતો. જો કે, ધર્મેન્દ્રએ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. જે બાદ તેમના સ્વાસ્થ્યના સારા સમાચાર જાણી તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news