Drishyam 2: આજે 50 કરોડને પાર કરશે વિકેન્ડમાં કમાણીનો આંકડો, જાણો બીજી કઈ ફિલ્મો પણ આપે છે ટક્કર

અજય દેવગણ સ્ટારર Drishyam 2 એ રિલીઝ થતાની સાથે જ થિયેટરોમાં ધમાલ મચાવી દીધી છે. આ ઉપરાંત ઊંચાઈ, યશોદા અને કંતારા પણ થિયેટરોમાં ચાલી રહી છે. યશોદા સિવાય અન્ય બંને ફિલ્મો પણ થિયેટરોમાં સારો બિઝનેસ કરી રહી છે. તો ચાલો તમને બોક્સ ઓફિસ રિપોર્ટમાં જણાવીએ કે શનિવારે આ બધી ફિલ્મોએ કેટલી કમાણી કરી છે.

Drishyam 2: આજે 50 કરોડને પાર કરશે વિકેન્ડમાં કમાણીનો આંકડો, જાણો બીજી કઈ ફિલ્મો પણ આપે છે ટક્કર

મુંબઈઃ લાંબા સમયથી અજય દેવગણની દ્રશ્યમ પાર્ટ-2 ફિલ્મની રાહ જોવાઈ રહી હતી. કારણકે, પહેલો પાર્ટ દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો. ત્યારે શુક્રવારે દ્રશ્યમ-2 ફિલ્મને રિલીઝ થતાંની સાથે જ ભારે ઓપનિંગ મળ્યું છે. દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ હતી. અજય દેવગણ સ્ટારર Drishyam 2 એ રિલીઝ થતાની સાથે જ થિયેટરોમાં ધમાલ મચાવી દીધી છે. દ્રશ્યમ 2 વર્ષમાં બીજા સૌથી મોટા ઓપનર તરીકે ઉભરી આવી છે. દ્રશ્યમ 2ની સફળતા બાદ આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઊંચાઈ, યશોદા અને કંતારા પણ થિયેટરોમાં ચાલી રહી છે. યશોદા સિવાય અન્ય બંને ફિલ્મો પણ થિયેટરોમાં સારો બિઝનેસ કરી રહી છે. તો ચાલો તમને બોક્સ ઓફિસ રિપોર્ટમાં જણાવીએ કે શનિવારે આ બધી ફિલ્મોએ કેટલી કમાણી કરી છે.

કંતારા-
ઋષભ શેટ્ટીની કંતારા દુનિયામાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મનો ક્રેઝ એવો છે કે તેની રિલીઝના 51 દિવસ પછી પણ તે થિયેટરોમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. ફિલ્મના 51મા દિવસનો આંકડો પણ સામે આવ્યો છે. પ્રારંભિક આંકડાઓ મુજબ, કંટારાએ શનિવારે 1.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે દેશભરમાં 300.95 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શ કર્યો છે.

દ્રશ્યમ-2
અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત અને અજય દેવગન અભિનીત ફિલ્મ ‘દ્રશ્યમ 2’ જબરદસ્ત ફોર્મમાં છે. 18 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે બમ્પર ઓપનિંગ લીધી હતી. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રિલીઝના પહેલા દિવસે ફિલ્મે 15.38 કરોડની ઓપનિંગ કરી હતી. આ ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન વધુ સારું છે. પ્રારંભિક આંકડાઓ મુજબ, દ્રશ્યમ 2 એ શનિવારે 21.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે 38% વધુ કલેક્શન કર્યું છે. આ ફિલ્મની કુલ કમાણી 36.58 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રવિવાર એટલે કે આજ માટે ઓલરેડી 10.50 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકીંગ થયું હોવાથી પ્રથમ 3 દિવસનું વિકેન્ડ કલેક્શન 50 કરોડ ક્રોસ કરશે.

ઊંચાઈ-
અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ સપ્તાહમાં સારી કમાણી કર્યા બાદ ફિલ્મ બીજા વીકએન્ડમાં પણ સારો બિઝનેસ કરી રહી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 17.02 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજી બાજુ, નવમા દિવસે, પ્રારંભિક આંકડાઓ અનુસાર, ‘ઉંચાઈ’ એ બીજા શનિવારે 2.45 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે હવે ફિલ્મનું કુલ કલેક્શન 20.78 કરોડ રૂપિયા થઈ ગયું છે.

યશોદા-
સમંથાની પેન ઈન્ડિયા ફિલ્મ ‘યશોદા’એ શરૂઆતના દિવસે સારો દેખાવ કર્યો હતો. ફિલ્મ ‘યશોદા’ની રિલીઝના ત્રીજા દિવસ બાદ તેનું કલેક્શન સતત ઘટી રહ્યું હતું. પરંતુ, શનિવારે કમાણીની દ્રષ્ટિએ સારો સંકેત છે. શરૂઆતના આંકડાઓ મુજબ, ફિલ્મે નવમા દિવસે 1.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 15.75 કરોડ રૂપિયા થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news