હિના ખાનના પિતા મૃત્યુ બાદ પણ છે પરિવારની સાથે, અભિનેત્રીએ Video શેર કરીને બતાવી ખાસ જગ્યા 

બિગ બોસ ફેમ ટીવી અભિનેત્રી હિના ખાન દરરોજ તેના પિતાને યાદ કરે છે. હાલમાં જ હિનાએ તેના પિતાને ગુમાવ્યા. થોડા દિવસ સુધી હિના સતત મીડિયા પર પિતાનો ઉલ્લેખ કરતી રહી.

હિના ખાનના પિતા મૃત્યુ બાદ પણ છે પરિવારની સાથે, અભિનેત્રીએ Video શેર કરીને બતાવી ખાસ જગ્યા 

નવી દિલ્હી: બિગ બોસ ફેમ ટીવી અભિનેત્રી હિના ખાન દરરોજ તેના પિતાને યાદ કરે છે. હાલમાં જ હિનાએ તેના પિતાને ગુમાવ્યા. થોડા દિવસ સુધી હિના સતત મીડિયા પર પિતાનો ઉલ્લેખ કરતી રહી. મંગળવારે તેણે એક નવી પોસ્ટ કરી જેમાં વીડિયો શેર કર્યો. હિનાએ વીડિયોમાં જણાવ્યું છે કે કઈ રીતે તેના પિતાએ મૃત્યુ બાદ પણ પોતાના પરિવારની સાથે રહેવાનો નિર્ણય લીધો છે. 

કેપ્શનમાં હિનાએ લખી આ વાત
હિના ખાનનો વીડિયો શરૂ થાય છે ત્યારે તે પોતાના ઘરની  બાલ્કનીમાં ઊભી છે. જેમ જેમ વીડિયો આગળ વધે છે તેમ તેમ હિના એક ખાસ જગ્યા પર ઈશારો કરે છે જે તેની બાલ્કનીથી થોડી દૂર છે. હિના જણાવે છે કે આ રીતે તેના પિતાએ તેમના પરિવારની પાસે રહેવાનો નિર્ણય કર્યો છે. હિના ખાને આ વીડિયો શેર કરતા લખ્યું કે Mai Tere Bina taan yaara aaj te patthar wargi aan...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HK (@realhinakhan)

બાલ્કનીથી રોજ જોવા મળે છે પિતા
હિના ખાને જણાવ્યું કે હું બીજુ કઈ વિચારી શકતી નથી. હિનાએ કહ્યું કે તે તેના પિતાને ખુબ જ મિસ કરી રહી છે. હિનાએ જણાવ્યું કે તેઓ આજે પણ અમારી નજીક છે. તેમણે પોતાના પરિવારને એકલો છોડ્યો નથી. હું દરરોજ બાલ્કનીમાંથી તેમનો જોઉ છું. હું જાણું છું કે તમે અમને જોઈ રહ્યા છો ડેડ. તમારો પરિવાર તમને ખુબ પ્રેમ કરે છે. 

નિધન સમયે પિતાથી દૂર હતી હિના
અત્રે જણાવવાનું કે હિના ખાન તેના પિતાની ખુબ નજીક હતી. તે હંમેશા પોતાને Daddy's strong girl કહીને બોલાવતી હતી. જ્યારે હિના ખાનના પિતાનું નિધન થયું તો તે શૂટિંગ માટે બહાર હતી. પિતાના ગુજરી જવાના સમાચાર જાણતા અભિનેત્રી તરત ઘર માટે રવાના થઈ અને ત્યારબાદ તો હિના આ આઘાતમાં થોડી લાપરવાહ પણ થઈ જેના કારણે કોરોના પોઝિટિવ થઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news