Animal: રણબીર કપૂર માટે બેડ ન્યુઝ, આ લોકો ફિલ્મ Animal નહીં જોઈ શકે થિયેટરમાં, ફિલ્મને થઈ શકે છે કરોડોનું નુકસાન

Animal: નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ગેંગસ્ટર થ્રીલર ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વિકી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરને ટક્કર આપશે. તેવામાં ફિલ્મ એનિમલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Animal: રણબીર કપૂર માટે બેડ ન્યુઝ, આ લોકો ફિલ્મ  Animal નહીં જોઈ શકે થિયેટરમાં, ફિલ્મને થઈ શકે છે કરોડોનું નુકસાન

Animal: નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ગેંગસ્ટર થ્રીલર ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વિકી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરને ટક્કર આપશે. તેવામાં ફિલ્મ એનિમલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સેન્સર બોર્ડે એનિમલ ફિલ્મને એ પ્રમાણપત્ર આપ્યું છે જેના કારણે માત્ર 18 વર્ષથી ઉપરના લોકો જ તેના થિયેટરમાં જોઈ શકશે. 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે આ ફિલ્મ જોવા પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. સાથે જ ફિલ્મની લંબાઈને લઈને પણ જાણકારી સામે આવી છે. રણબીર કપૂરની આ ફિલ્મ ત્રણ કલાક અને 21 મિનિટની હશે. 

ફિલ્મ ટ્રેડ અનુસાર એનિમલ ફિલ્મને એ સર્ટીફીકેટ મળવાથી મોટું નુકસાન પણ થઈ શકે છે. કારણ કે એ સર્ટીફીકેટ મળવાથી 18 વર્ષથી નાની ઉંમરના દર્શકો જ નહીં પરંતુ પરિવાર સાથે ફિલ્મ જોવાની ઈચ્છા રાખતા લોકો પણ ફિલ્મથી દૂર રહે છે. એટલે કે એ સર્ટિફિકેટના કારણે ફિલ્મ જોનાર દર્શકોની સંખ્યા સીમિત થઈ જાય છે. ફિલ્મના પ્રમાણપત્રની સાથે ફિલ્મના રન ટાઈમની જાણકારી ખુદ સંદીપ રેડ્ડી વાંગાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

જણાવી દઈએ કે ફિલ્મ એનિમલ રણબીર કપૂર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે રણબીર કપૂરની ઈમેજ અત્યાર સુધી રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ કરનાર હીરો તરીકેની છે. પરંતુ આ ફિલ્મમાં રણબીર કપૂર એક્શન અવતારમાં જોવા મળશે. રણવીર કપૂર ઉપરાંત રશ્મિકા માટે પણ આ ફિલ્મ મહત્વની છે કારણ કે આ ફિલ્મના માધ્યમથી તે બોલીવુડમાં પોતાનો પગ જમાવી શકે છે. કારણ કે પુષ્પા ફિલ્મ પછી આવેલી તેની બે હિન્દી ફિલ્મ દર્શકોને ખાસ પ્રભાવિત કરી શકી નથી. તેવામાં રસમિકાને પણ એનિમલ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે.

જણાવી દઈએ કે એનિમલ એક એક્શન ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. સંદીપ રેડ્ડી વાંગાએ આ પહેલા ફિલ્મ કબીર સિંહ નું નિર્દેશન કર્યું હતું જેનાથી લોકો પ્રભાવિત થયા હતા. એનિમલ ફિલ્મ રણબીર કપૂર અને તેના પિતા અનિલ કપૂરના સંબંધોની આસપાસ ફરતી ફિલ્મ છે. ફિલ્મોમાં રશ્મિકા મંદાના રણબીરની ગર્લફ્રેન્ડ અને પછી પત્નીનો રોલ અદા કરશે. આ ફિલ્મમાં બોબી દેઓલની પણ મહત્વની ભૂમિકા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news