આયુષ્યમાનને લાગી મોટી લોટરી, મળી સુપરહોટ હિરોઇન સાથે જબરદસ્ત ફિલ્મ 

આયુષ્યમાનની છેલ્લી બે ફિલ્મ 'અંધાધુન' અને 'બધાઇ હો'ને બોક્સઓફિસ પર બહુ સારી સફળતા મળી છે

આયુષ્યમાનને લાગી મોટી લોટરી, મળી સુપરહોટ હિરોઇન સાથે જબરદસ્ત ફિલ્મ 

મુંબઈ : 2018નું વર્ષ બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન ખુરાના માટે ગેમ ચેન્જર સાબિત થયું છે. આ વર્ષે આયુષ્યમાનની છેલ્લી બે ફિલ્મ 'અંધાધુન' અને 'બધાઇ હો'ને બોક્સઓફિસ પર બહુ સારી સફળતા મળી છે. હવે લેટેસ્ટ માહિતી પ્રમાણે આ બે ફિલ્મોની સફળતા પછી આયુષ્યમાનની ગણતરી બોલિવૂડના એ લિસ્ટ એક્ટર્સમાં થવા લાગી છે અને તેને સારી ફિલ્મોની ઓફર્સ મળી રહી છે. હાલમાં આયુષ્યમાનને એકતા કપૂરની બેનરમાંથી એક ફિલ્મ ઓફર થઈ છે જેને લેખક રાજ શાંડિલ્ય બનાવી રહ્યા છે.

મુંબઈ મિરરના સમાચાર પ્રમાણે લેખક રાજ શાંડિયલ્ય આ ફિલ્મથી ડિરેક્શનમાં એન્ટ્રી લઈ રહ્યા છે. આ ફિલ્મની વાર્તા ફરિદાબાદમાં સેટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સહિત અનેક દિગ્ગજ કલાકાર જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે આયુષ્યમાન ખુરાનાની આ ફિલ્મમાં નુસરત ભરૂચાને આયુષ્યમાનની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે. નુસરતે 2018માં 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. આ ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યુસ કરશે અને બહુ જલ્દી આ ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news