Aryan Khan drugs case: આર્યન વિરૂદ્ધ કાવતરાના કોઇ પુરાવા મળ્યા નહી, HC એ આપ્યું નિવેદન
બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્રારા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan), અરબાજ મર્ચેંટ અને મોડલ મુનમુન ધમેચા વિરૂદ્ધ કોઇપણ પ્રકારના પુરાવા મળ્યા નથી.
Trending Photos
નવી દિલ્હી: બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્રારા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan), અરબાજ મર્ચેંટ અને મોડલ મુનમુન ધમેચા વિરૂદ્ધ કોઇપણ પ્રકારના પુરાવા મળ્યા નથી. બોમ્બે હાઇકોર્ટે આજે શનિવારે જામીન ઓર્ડરની ડિટેલ કોપી જાહેર કરી દીધી છે.
શું છે આ ચાર્જશીટમાં ખાસ
કોર્તે કહ્યું કે આર્યન ખાનના ફોનમાંથી મળેલી Whatsapp ચેટ દ્રારા પણ ખબર પડે છે કે તેમાં એવું કંઇ પણ આપત્તિજનક નથી, જેનાથી એ કહી શકાય કે આર્યન ખાન, અરબાજ મર્ચેટ અને મુનમુન ધમેચાએ બીજા આરોપીઓની સાથે મળીને અપરાધનું કાવતરું રચ્યું છે.
નિવેદન નથી કોઇ ટૂલ
આ ચાર્જશીટમાં એ પણ માનવામાં આવ્યું છે કે NDPS અધિનિયમની કલમ 67 હેઠળ NCB ના આર્યન ખાને જે ઇકબાલિયા નિવેદન આપ્યું હતું, તે ફક્ત તપાસના ઉદ્દેશ્યો માટે માની શકાય છે. આ નિવેદનને કોઇ ટૂલની માફક સાબિત કરવા માટે ઉપયોગ ન કરી શકાય કે આરોપી NDPS અધિનિયમ હેઠળ ગુનો કર્યો છે.
જામીનની છે 14 શરતો
તેમાં આગળ કહ્યું કે અત્યારે આ નિષ્કર્મ કાઢવો મુશ્કેલ છે કે અરજી વ્યવસાયિક રૂપથી ગુનાનો ભાગ હતો. જામીન ઓર્ડર તૂફાન સિંહ ફક્ત કેરલ સરકાર સાથે ઓડિશા સરકાર અને મહેન્દ્ર મિશ્રાના ઓર્ડરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જામીનની 14 શરત રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે