Bigg Boss 12 : અર્શી ખાને ખોલી નાખ્યો Bigg Bossનો મોટો રાઝ

અર્શી ખાને બિગ બોસની સિઝન 11માં ભાગ લીધો હતો

Bigg Boss 12 : અર્શી ખાને ખોલી નાખ્યો Bigg Bossનો મોટો રાઝ

મુંબઈ : બિગ બોસ સિઝન 11ની ભૂતપૂર્વ સ્પર્ધક અર્શી ખાન ફરી એકવાર ચર્ચામાં છે. તેણે બિગ બોસ 12ના પ્રીમિયર પહેલાં શોમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અર્શી બિગ બોસ 11માં તેના બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહી હતી. ઝુમ ટીવી ડોટ કોમના એક ઇન્ટરવ્યૂમાં અર્શીએ કહ્યું છે કે ક્યાં સ્પર્ધકની કેવી ઇમેજ બનાવવી એ મેકર્સના હાથમાં હોય છે. જોકે, લોકો હરકત પણ એવી જ કરે છે. ત્રણ અઠવાડિયાની અંદર જ ખબર પડી જાય છે કે ક્યો સ્પર્ધક કેટલી નિમ્ન સ્તરની હરકત કરી શકે છે. આ મામલાને ધ્યાનમાં રાખીને અલગઅલગ વ્યક્તિની ઇમેજ તૈયાર કરવામાં આવે છે. 

અર્શીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે તે હંમેશા મજાક-મસ્તીમાં વ્યસ્ત રહેતી હતી એટલે મેકર્સે તેની ઇમેજ એવી ઉભી કરી હતી. હિતેન અને વિકાસની ઇમેજ પણ તેમના વર્તન પ્રમાણે જ તૈયાર કરવામાં આવી છે. આમ, મેકર્સ દરેક સ્પર્ધકની ઇમેજ ઉભું કરવાનું મહત્વનું કામ કરે છે. 

અર્શીએ કહ્યું છે કે બિગ બોસના ઘરે તેને જીવનભરની યાદગીરી આપી છે અને આ શોમાં કામ કરવાનો મારો અનુભવ બહુ સારો રહ્યો છે. અર્શીના દાવા પ્રમાણે  શોએ તેને ઘણી વાત શીખવી છે. અર્શીએ એકરાર કર્યો છે કે તેણે જ્યારે શોમાં એન્ટ્રી લીધી હતી ત્યારે તે બિનધાસ્ત હતી પણ પછી મને અહેસાસ થયો કે સેલિબ્રિટી તરીકે ઇમેજ જાળવવી પણ જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news