કેજરીવાલનો કટાક્ષ, કહ્યું-'આજકાલ રાહુલ મંદિરોમાં અને મોદીજી મસ્જિદોમાં ઘૂમી રહ્યાં છે'
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.
Trending Photos
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કરીને રાહુલ ગાંધી અને પીએમ મોદીના મંદિર-મસ્જિદ જવા પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે 'રાહુલજી મંદિરોમાં ઘૂમી રહ્યાં છે, મોદીજી આજકાલ મસ્જિદોમાં ઘૂમી રહ્યાં છે. રાષ્ટ્ર નિર્માણ મંદિર મસ્જિદથી નહીં પંરતુ લોકોને સ્કૂલ, હોસ્પિટલ, રસ્તાઓ, વીજળી અને પાણી આપવાથી થશે. 21મી સદીના ભારતના મંદિરો અને મસ્જિદો શાળા, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન અને વર્લ્ડ ક્લાસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ છે.'
અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઈન્દોરના દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયના 53માં ધર્મગુરુ સૈયદના મુફદલ સૈફુદ્દીનના અસરા મબારક કાર્યક્રમમાં સામેલ થયા હતાં. આ અવસરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતાં. પીએમ મોદીએ સૈફી મસ્જિદમાં ખુલ્લા પગે પ્રવેશ કર્યો હતો અને મજલિસમાં સામેલ થયા હતાં. મસ્જિદમાં હાજર લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ વ્હોરા સમુદાયના સામાજિક યોગદાનના વખાણ કરતા કહ્યું કે આ સમુદાયે રાષ્ટ્રભક્તિની મિસાલ રજુ કરી છે.
राहुल जी मंदिरों में घूम रहे हैं, मोदी जी आजकल मस्जिदों में घूम रहे हैं। राष्ट्र निर्माण मंदिर मस्जिद से नहीं बल्कि लोगों को स्कूल, अस्पताल, सड़कें, बिजली, पानी देने से बनेगा। 21वीं सदी के भारत के मंदिर और मस्जिद स्कूल, उच्च शिक्षण संस्थान और वर्ल्ड क्लास रिसर्च इन्स्टिट्यूट हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 16, 2018
આ બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ જ મહિને કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પાછા ફર્યા છે. તેઓ સપ્ટેમ્બરની શરૂઆતમાં આ યાત્રા પર ગયા હતાં. ત્યારબાદ કોંગ્રેસે ગત સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને સરકારને ઘેરવા ભારત બંધ કર્યુ હતું. તે દિવસે જ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવર યાત્રાથી પાછા ફર્યા હતાં અને ભારતબંધમાં કોંગ્રેસનું નેતૃત્વ કર્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે