એક સમય હતો જ્યારે રવિ કિશન ગાંજો પીતા હતા, દુનિયા જાણે છેઃ અનુરાગ કશ્યપ


એક સમય એવો હતો જ્યારે તે ગાંજો પીતો હતો. આ જિંદગી છે. આ વિશે બધા જાણે છે. દુનિયા જાણે છે. એવો કોઈ વ્યક્તિ નથી જે ન જાણતો હોય કે રવિ કિશન ગાંજો પીતા હતા. તેમણે હવે બધુ છોડી દીધું કારણ કે તેઓ એક મંત્રી બની ગયા છે. 

 એક સમય હતો જ્યારે રવિ કિશન ગાંજો પીતા હતા, દુનિયા જાણે છેઃ અનુરાગ કશ્યપ

નવી દિલ્હીઃ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પોતાના અલગ અંદાજ માટે જાણીતા છે. પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં તેમણે બોલીવુડમાં ડ્રગ્સના ઇયોગ અને સુશાંત સિંહ રાજપૂત કેસ વિશે વાત કરી છે. આ તકે તેમણે સાંસદ રવિ કિશનના ડ્રગ એબ્યૂઝ વાળા નિવેદનને લઈને વિરોધ ક્યો, તેણે કહ્યું કે, એક સમય હતો જ્યારે રવિ કિશન ખુદ ગાંજો પીતા હતા.

યૂટ્યૂબ પર પોતાના ઇન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપે આ વાત કહી છે. આ સપ્તાહની શરૂઆતમાં રવિ કિશને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીની સુશાંત ડ્રગ્સ મામલામાં પ્રશંસા કરી હતી. એનસીબીએ ડ્રગ્સ મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત ઘણા લોકોની ધરપકડ કરી છે. રવિ કિશને પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, અમને ખ્યાલ છે કે ડ્રગ ટ્રાફિકિંગ અને એડિક્શનની સમસ્યા વધી રહી છે. તેમાં આપણા પાડોસી દેશ સામેલ છે. આ દેશમાં પાકિસ્તાન અને ચીનથી ડ્રગ્સ આવે છે. સરકારે આ બધુ રોકવું જોઈએ જેનાથી આપણા યુવાઓનું જીવન ખરાબ થઈ રહ્યું છે. 

અનુરાગે રવિ કિશન વિશે શું કહ્યુ
પત્રકાર ફે ડીસૂજાની સાથે ઇન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપે આ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, રવિ કિશનને હું ઘણા સમયથી જાણુ છું. તે મારો મિત્ર છે. તેણે મારી ફિલ્મ મુક્કાબાજમાં કામ પણ કર્યું હતું. રવિ પોતાના દિવસની શરૂઆતમાં જય શિવ શંકર, જય બમ ભોલે, શિવ શિવ શમ્ભૂ કરે છે. એક સમય એવો હતો જ્યારે તે ગાંજો પીતો હતો. આ જિંદગી છે. આ વિશે બધા જાણે છે. દુનિયા જાણે છે. એવો કોઈ વ્યક્તિ નથી જે ન જાણતો હોય કે રવિ કિશન ગાંજો પીતા હતા. તેમણે હવે બધુ છોડી દીધું કારણ કે તેઓ એક મંત્રી બની ગયા છે. 

VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું 

અનુરાગે આગળ કહ્યુ, પરંતુ શું તમે આ વાતને ડ્રગ્સના ઉપયોગમાં જોડશો? હું રવિને તેના માટે જજ કરી રહ્યો નથી. કારણ કે મેં ગાંજાને ક્યારેય ડ્રગ્સ તરીકે જોયુ નથી. એબ્યૂઝ યોગ્ય શબ્દ નથી. તેઓ સ્મોક કરે છે. તેણે હંમેશા પોતાનું કામ સારી રીતે કર્યું છે. તે ક્યારેય ખરાબ નહતો, ક્યારેય કામમાં ઢીલો નથી પડ્યો, ક્યારેય મોન્સટર નથી બન્યો. તેમાં એવું કંઈ નથી જેને લોકો સાથે જોડવામાં આવે. તે જ્યારે પોતાની વાતને સાચી ગણાવતા આ વિશે વાત કરે છે તે મને યોગ્ય લાગતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news