Anupamaa ના આ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, 51 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

Anupamaa સિરિયલમાં અનુજના મિત્રનો રોલ કરનાર એક્ટર નીતિશ પાંડેનું નિધન થયું છે. 51 વર્ષની વયે, અભિનેતાનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

Anupamaa ના આ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, 51 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

Anupamaa Nitesh Pandey: છેલ્લા 24 કલાકમાં જાણે કોઈ પહાડ તૂટી પડ્યો હોય તેમ પહેલા સ્પ્લિટ્સવિલા 9 ફેમ આદિત્ય સિંહ રાજપૂતનું અવસાન થયું, પછી સારાભાઈ vs સારાભાઈ એક્ટ્રેસ વૈભવીનું અકસ્માતમાં અને હવે અનુપમા સિરિયલના અભિનેતા નીતિશ પાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમા સિરિયલમાં અનુજના મિત્ર ધીરજ કુમારની ભૂમિકામાં છેલ્લે જોવા મળેલા અભિનેતા નીતિશ પાંડેનું ગઈકાલે રાત્રે એટલે કે 23 મેની રાત્રે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો!
અહેવાલ મુજબ, અભિનેતા નીતીશ પાંડે ગઈ કાલે રાત્રે નાશિક નજીક ઇગતપુરીમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, નીતિશના સંબંધી અને નિર્માતા સિદ્ધાર્થ નાગરે આ સમાચારની પુષ્ટિ કરી છે. સિદ્ધાર્થ નાગરે એ પણ જણાવ્યું કે તેઓ એક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા જ્યારે તેમને નીતિશના મૃત્યુની ખબર પડી. સિદ્ધાર્થનું કહેવું છે કે નીતીશ શૂટિંગ માટે ઇગતપુરી ગયો હતો, જ્યાં લગભગ 1.30 વાગ્યે તેને હાર્ટ એટેક આવ્યો. અહેવાલો અનુસાર, અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું નિધન થઈ ચૂક્યું હતું. નીતિશના અચાનક દુનિયામાંથી વિદાય થવાથી પરિવારની સાથે સાથે સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

નીતિશ પાંડેએ લગભગ 27 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું!
નીતિશ પાંડે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા રહી ચૂક્યા છે. નીતિશે વર્ષ 1995થી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અભિનેતાએ તેજસ, હમ લડકિયાં, સુનૈના, કુછ તો લોગ કહેંગે, મહારાજા કી જય હો, હીરો ગાયબ મોડ ઓન અને અનુપમામા ધીરજની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. નીતીશ પાંડેએ ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં શાહરૂખ ખાનના સહાયકની ભૂમિકા ભજવી હતી, જેની સાથે અભિનેતાએ દબંગ 2, ખોસલા કા ઘોસલા, બધાઈ દો જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો:
માર્કેટમાં આવી ગયો છે દુનિયાનો સૌથી પાતળો 5G ફોન! વાયરલેસ ચાર્જિંગ અને કિંમત પણ ઓછી
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news