Andrew Symonds ની બિપાશા અને સન્ની લિયોન સાથે પણ હતી ખાસ દોસ્તી! ફોટા થયા વાયરલ

Andrew Symonds ની બિપાશા અને સન્ની લિયોન સાથે પણ હતી ખાસ દોસ્તી! ફોટા થયા વાયરલ

નવી દિલ્લીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એડ્રયૂ સાયમન્ડ્સનું નિધન થયું છે. સાયમન્ડ્સના નિધનથી ઓસ્ટ્રેલિયાની સાથે સાથે આખું ક્રિકેટ જગત દુખી છે. સાયમન્ડ્સે પોતાના કરિયરમાં અનેક યાદગાર પલ જીવ્યા છે. આ સાથે તેઓ અનેકવાર વિવાદમાં પણ રહ્યા છે. સાયમન્ડ્સ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે, તે ટીવી શો બિગ બોસ-5નો ભાગ રહ્યા હતા. આ દમિયાન તેમની મિત્રતા સની લિયોની સાથે થઈ હતી. 

સાયમન્ડ્સ ક્રિકેટ મેચ માટે અનેકવાર ભારત આવતા હતા. આ દરમિયાન તેમને ખુબ જ લોકપ્રિયતા મેળવી. ક્રિકેટ સિવાયના મુદ્દે પણ તેઓ ખુબ જ ચર્ચામાં રહ્યા. સાયમ7ન્ડ્સ ટીવી શો બિગ બોસ-5માં જોવા મળ્યા હતા. તે સની લિયોનીની સાથે મિત્રતાને લઈ ખુબ જ પોપ્યૂલર થયા હતા. આ સાથે તેમને ક્રિકેટમાં સારા પ્રદર્શનના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હતા. તો બીજી તરફ તેમની દારૂની લતના કારણે પણ ચર્ચાઓ થતી રહેતી હતી. 

સાયમન્ડ્સ બોલીવુડમાં પણ દેખાઈ ચૂક્યા છે. જી હા, સાયમન્ડ્સે 2011માં રિલીઝ સ્પોર્ટ્સ ડ્રામા પટિયાલા હાઉસમાં તેમને દેખાયા હતા. આ ફિલ્મમાં હોવું તે ખુબ જ મોટી વાત છે. કેમ કે, તેમાં અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, ઋષિ કપૂર, ડિમ્પલ કાપડિયા સ્ટારર હતા. જેમાં સાયમન્ડ્સે નાનકડો રોલ પ્લે કર્યો હતો. સાયમન્ડ્સની આ પહેલી બોલીવુડ ફિલ્મ હતી.

પટિયાલા હાઉસથી શરૂઆત કર્યા બાદ તેમને બીગ બોસમાં ભાગ લીધો હતો. બીગ બોસની સિઝન-5માં તેમને વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટેંટ તરીકે આવ્યા હતા. તે સમયે શોને સલમાન ખાસ અને સંજય દત્ત હોસ્ટ કરી રહ્યા હતા. 

ફિલ્મ અને રિયાલિટી શો પછી એકવાક સાયમન્ડ્સ ઈન્ડિયન ટેલિવિઝન સ્ક્રિન પર સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં શામેલ થયા હતા. તેમને ડાન્સ ફ્લોર પર બિપાશા બસુની સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news