Pushpa 2 નું વિચિત્ર પરાક્રમ! ના ફિલ્મ બની, ના કહાનીનું ઠેકાણું તેમછતાં કમાયા 275 કરોડ

Pushpa 2 Movie: 'પુષ્પા 2' વિશે એક મોટું અપડેટ આવ્યું છે કે ફિલ્મે રિલીઝ પહેલા જ 275 કરોડનો બિઝનેસ કરી લીધો છે. અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ 'પુષ્પા' 2ના હિન્દી રાઇટ્સ 275 કરોડમાં વેચાયા છે.

Pushpa 2 નું વિચિત્ર પરાક્રમ! ના ફિલ્મ બની, ના કહાનીનું ઠેકાણું તેમછતાં કમાયા 275 કરોડ

Allu Arjun Pushpa The Rule: 'પુષ્પા'ની સફળતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેકર્સ પુષ્પાની સિક્વલની તૈયારીમાં વ્યસ્ત છે, જેણે કમાણીના મામલામાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ બધાની વચ્ચે 'પુષ્પાઃ ધ રૂલ'ને લઈને એક મોટા સમાચાર આવ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે 'પુષ્પા 2 રિલીઝ' (Pushpa 2 Release) એ ફિલ્મના ટીઝર-ટ્રેલર રિલીઝ પહેલા જ 275 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ન તો ફિલ્મ રિલીઝ થઈ, ન તો ટ્રેલર-ટીઝર આવ્યું, આવી સ્થિતિમાં કઈ રીતે ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી, આવો જાણીએ અહીં...

આજે સૂર્ય ગ્રહણ પર બનશે 5 શુભ યોગ, આ રાશિવાળા પર થશે ધન-વર્ષા, મળશે પ્રગતિ
રાશિફળ 20 એપ્રિલ: આ રાશિના લોકો થઇ જાય સાવધાન, થઇ શકે છે આર્થિક નુકસાન

અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર

પુષ્પા 2 ના હિન્દી રાઈટ્સ વેચાયા!
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પુષ્પા 2ના હિન્દી વર્ઝન એટલે કે 'પુષ્પાઃ ધ રૂલ' (Pushpa 2)ના રાઈટ્સ 200 કરોડમાં વેચાયા છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ નિર્માતાઓએ ઓડિયો રાઇટ્સ પણ વેચી દીધા છે અને 75 કરોડની કમાણી કરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો નિર્માતાઓનું માનવું છે કે અલ્લુ અર્જુનની નવી ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે અને કમાણીના રેકોર્ડ તોડીને 2 હજાર કરોડનો બિઝનેસ કરશે.

પુષ્પા 2 ક્યારે રિલીઝ થશે?
પિંકવિલાના અહેવાલ મુજબ, આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં આવશે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) ની ફિલ્મની રિલીઝને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે એપ્રિલ 2024માં સિનેમાઘરોમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુન (Allu Arjun Movies) ના જન્મદિવસના અવસર પર પુષ્પા 2નો અમુક મિનિટનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો, તેની સાથે જ ફિલ્મના એક્ટરનો લૂક પણ પોસ્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પોસ્ટરમાં, અલ્લુ અર્જુનના ગળામાં લીંબુ અને મરચા સાથે દેવતાના લુકમાં દેખાયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news