Ranbir Alia Baby Girl: કપૂર પરિવારમાં ગૂંજી કિલકારીઓ, આલિયા ભટ્ટે આપ્યો પુત્રીને જન્મ

Ranbir Kapoor Alia Bhatt Baby: અભિનેત્રીની પ્રસૂતિ એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી. આજે સવારથી જ આલિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારથી પરિવાર અને ચાહકો રણબીર આલિયાના પ્રથમ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

 Ranbir Alia Baby Girl:  કપૂર પરિવારમાં ગૂંજી કિલકારીઓ, આલિયા ભટ્ટે આપ્યો પુત્રીને જન્મ

Ranbir Kapoor Alia Bhatt Baby: આલિયા ભટ્ટને આજે સવારે રણબીર કપૂર ડિલિવરી માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આલિયા ભટ્ટે પોતાના પહેલા બાળકને જન્મ આપી દીધો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. અભિનેત્રીની પ્રસૂતિ એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી. આજે સવારથી જ આલિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારથી પરિવાર અને ચાહકો રણબીર આલિયાના પ્રથમ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવામાં લિટલ એન્જલનો જન્મ થતાં જ સોશિયલ મીડિયા પર અભિનંદનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ગઈ છે.

બેબી શાવરની તસવીરો થઈ હતી વાયરલ 
હવે દરેક વ્યક્તિ રણબીર આલિયાની બેબી ગર્લની પહેલી તસવીર અને નામની જ રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં આલિયાના બેબી શાવરની વિધિઓ પૂર્ણ થઈ હતી. જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

ડિલિવરીની તારીખને લઈને આવી રહ્યા હતા સમાચાર
અગાઉ સમાચાર આવ્યા હતા કે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં માતા બની શકે છે. જો કે, નવા અપડેટ મુજબ આલિયા ભટ્ટ તેની ડિલિવરી માટે આજે સવારે 7:30 વાગ્યે HN રિલાયન્સ હોસ્પિટલમાં હતી.

લગ્નના સાત મહિના પછી પુત્રીને આપ્યો જન્મ 
આલિયાએ લગ્નના બે મહિના પછી જ પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કર્યા હતા. અભિનેત્રીએ સોનોગ્રાફીનો ફોટો શેર કર્યો હતો. જ્યારે, આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્નના સાત મહિના પૂર્ણ થયા પહેલા જ તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો છે.

એપ્રિલ 2022 માં કર્યા હતા લગ્ન 
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ મુંબઈમાં પોતાના ઘરે લગ્ન કર્યા હતા. બન્ને કલાકારોએ 2018 માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર મળ્યા હતા. ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news