માથે ભસ્મ, ગળામાં રૂદ્રાક્ષ, જટાઓ ખોલી 'ભોલે બાબા' બન્યો Akshay Kumar, નવો વીડિયો થયો વાયરલ

OMG 2 Akshay Kumar Video: અક્ષય કુમારની આગામી ફિલ્મ ઓહ માય ગોડનો પહેલો વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયોમાં અક્ષય કુમાર કપાળ પર ભસ્મ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલા ભોલે બાબાના લુકમાં જોવા મળી રહ્યો છે.

માથે ભસ્મ, ગળામાં રૂદ્રાક્ષ, જટાઓ ખોલી 'ભોલે બાબા' બન્યો Akshay Kumar, નવો વીડિયો થયો વાયરલ

Akshay Kumar OMG 2 Teaser: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઓહ માય ગોડ 2 નું પહેલું ટીઝર આવતા અઠવાડિયે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ સમાચારને ખુબ અક્ષય કુમારે વિડીયો શેર કરીને કન્ફ્રર્મ કરી છે. અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નાનકડી ક્લિપ પોસ્ટ કરી છે, જેમાં OMG 2ના ટીઝરની રિલીઝ ડેટ 11 જુલાઈ જણાવવામાં આવી છે..

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે હાલમાં જ OMG2 નો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર ભીડમાં ચાલતો જોવા મળી રહ્યો છે અને લોકો હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર બાબા ભોલેનાથ જેવા પોશાક પહેરેલા જોવા મળી રહ્યા છે જેમાં માથે જટા, કપાળ પર ભસ્મ, ગળા પર નીલ અને રુદ્રાક્ષની માળા છે. 

OMG 2નું ટીઝર ડિજીટલ રીતે રિલીઝ થવાની અપેક્ષા છે. પરંતુ હાલમાં જ પિંકવિલાનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ અક્ષય કુમારની ફિલ્મનું ટીઝર મિશન ઈમ્પોસિબલ 7 સાથે રિલીઝ થવા જઈ રહ્યું છે. સમાચાર અનુસાર, 1 મિનિટ 34 સેકન્ડના ટીઝરને યુ સર્ટિફિકેટ મળ્યું છે. તમને જણાવી દઈએ કે, OMG 2 માં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે. 

આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news