OMG 2: અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 ને મોટો ઝટકો, સેંસર બોર્ડે આપ્યું A સર્ટીફિકેટ

OMG 2: ઓ માય ગોડ ટુ ફિલ્મને લઈને સૌથી મોટો ઝટકો ફિલ્મ મેકર્સને એ વાતનો લાગ્યો છે કે સેન્સર બોર્ડ એ આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. આ વાત સામે આવતા જ લોકોના મનમાં પણ પ્રશ્ન ઊભા થવા લાગ્યા છે કે આ ફિલ્મમાં એવું તે શું છે જેના કારણે સેન્સર બોર્ડ એ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. 

OMG 2: અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 ને મોટો ઝટકો, સેંસર બોર્ડે આપ્યું A સર્ટીફિકેટ

OMG 2: ઓ માય ગોડ ટુ ફિલ્મને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. અક્ષય કુમારની આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. પરંતુ તે પહેલા આ ફિલ્મ સેન્સર બોર્ડના સર્ટિફિકેશનમાં ફસાઈ ગઈ છે. સૌથી મોટો ઝટકો ફિલ્મ મેકર્સને એ વાતનો લાગ્યો છે કે સેન્સર બોર્ડ એ આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. આ વાત સામે આવતા જ લોકોના મનમાં પણ પ્રશ્ન ઊભા થવા લાગ્યા છે કે આ ફિલ્મમાં એવું તે શું છે જેના કારણે સેન્સર બોર્ડ એ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. 

આ પણ વાંચો:

જોકે મીડિયા રિપોર્ટ અનુસાર સેન્સર બોર્ડનો આ નિર્ણય ફિલ્મ મેકર્સને માન્ય નથી અને તેમણે ફરીથી સર્ટિફિકેશન માટે ફિલ્મનો રીવ્યુ કરવાનું કહ્યું છે. આ અંગે મળતી જાણકારી અનુસાર સેન્સર બોર્ડની કમિટીએ આ ફિલ્મમાં 20 જેટલા કટ્સ કરવા માટે પણ ફિલ્મ મેકર્સને સૂચન કર્યું છે. સાથે જ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેશન આપવાની વાત પણ સામે આવી છે. 

ચર્ચાઓ એવી પણ છે કે જો ફિલ્મ મેકર્સ ફિલ્મમાં સેન્સર બોર્ડ દ્વારા જણાવવામાં આવેલા ફેરફાર નહીં કરે તો ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવી શકે છે. પરંતુ ફિલ્મ મેકર્સ પ્રસ્તાવિત એ સર્ટિફિકેટ અને ફિલ્મમાં કટ્સને લઈને ખુશ નથી. ફિલ્મ મેકર્સ હવે સેન્સર બોર્ડના સભ્ય સાથે મીટીંગ કરવા નું વિચારી રહ્યા છે. 

આ સાથે જ ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 માત્ર ધર્મ અને આસ્થા પર જ નહીં પરંતુ સેક્સ એજ્યુકેશન પર પણ આધારિત છે. આ ફિલ્મમાં ધર્મ અને સેક્સ એજ્યુકેશનની વાત દર્શાવવામાં આવી છે તેથી સેન્સર બોર્ડ પણ આ વખતે ખૂબ જ સતર્ક રહીને આગળ વધી રહ્યું છે કારણ કે થોડા સમય પહેલા જ ફિલ્મ આદિપુરુષને પાસ કરવાની વાતને લઈને સેન્સર બોર્ડની પણ ભયંકર આલોચના થઈ હતી તેવામાં હવે આ ફિલ્મને લઈને સેન્સર બોર્ડ કોઈ રિસ્ક લેવા ઇચ્છતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news