પત્રકારે પુછ્યું ટામેટાનો ભાવ કેમ વધ્યો? મંત્રીએ કહ્યું; ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી...VIDEO વાયુવેગે વાયરલ

ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ટામેટાના ભાવ વધવા અંગે સવાલ કરતા તેમને આડકતરી રીતે ટામેટાં સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી હતી. મોંઘવારીના સવાલ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે.
પત્રકારે પુછ્યું ટામેટાનો ભાવ કેમ વધ્યો? મંત્રીએ કહ્યું; ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી...VIDEO વાયુવેગે વાયરલ

Statement by Cabinet Minister Rishikesh Patel: ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ટામેટાના ભાવ વધવા અંગે સવાલ કરતા તેમને આડકતરી રીતે ટામેટાં સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી હતી. મોંઘવારીના સવાલ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે.

સરકારના પ્રવક્તા મંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં ટામેટાના ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે, જેના કારણે હાલ આ મુદ્દો અહેવાલોમાં ચમક્યો છે. મોંઘવારીના સવાલ પર જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આમ જોવા જઈએ તો ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુઓ જે જીવન જરૂરિયાત અને સવારના કોઈપણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે નક્કી થતી હોય છે. 

પરંતુ જેમ જેમ સમય બદલાય અને આ પણ તમે આગામી સમયમાં જોશો તો શાકભાજીના ભાવ હોય કે બીજા સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે. હસતાં-હસતાં મંત્રી ઋષિકેશ પટેલે સંભળાવી દીધું હતું કે ટામેટા એકમાત્ર જ ખાવાની ચીજ નથી, ટામેટાનો સપ્લાય વધશે ત્યારે ભાવમાં આપોઆપ ઘટાડો આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news