Shaitan Teaser: ફિલ્મ શૈતાનનું ટીઝર રિલીઝ, આર માધવનનો આ અવતાર જોઈ છૂટી જશે પરસેવો, શરીરમાં થવા લાગશે ધ્રુજારી

Shaitan Teaser: શૈતાન ફિલ્મના ટીઝરમાં આર માધવન જે દમદાર અવાજમાં ડાયલોગબાજી કરે છે તમારા શરીરમાં પણ ધ્રુજારી કરાવી દેશે. આ ફિલ્મમાં આર માધવન અને અજય દેવગન આમને સામને હશે. શૈતાન ફિલ્મનું ટીઝર ઇન્ટરનેટ પર શેર થયાની સાથે જ વાઇરલ થવા લાગ્યું છે. 

Shaitan Teaser: ફિલ્મ શૈતાનનું ટીઝર રિલીઝ, આર માધવનનો આ અવતાર જોઈ છૂટી જશે પરસેવો, શરીરમાં થવા લાગશે ધ્રુજારી

Shaitan Teaser: અજય દેવગન ફરી એક વખત બોક્સ ઓફિસ પર દમદાર ફિલ્મ લઈને આવી રહ્યો છે. હોરર, થ્રીલર અને સસ્પેન્સથી ભરપૂર શૈતાન ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. શૈતાન ફિલ્મના ટીઝરમાં આર માધવન જે દમદાર અવાજમાં ડાયલોગબાજી કરે છે તમારા શરીરમાં પણ ધ્રુજારી કરાવી દેશે. આ ફિલ્મમાં આર માધવન અને અજય દેવગન આમને સામને હશે. શૈતાન ફિલ્મનું ટીઝર ઇન્ટરનેટ પર શેર થયાની સાથે જ વાઇરલ થવા લાગ્યું છે. 

શૈતાન ફિલ્મના ટીઝરનો વિડીયો આર માધવાનના દમદાર અવાજથી શરૂ થાય છે. આર માધવન રુંવાડા ઉભા કરી દે તેવા બેગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એક ડાયલોગ બોલે છે. આ ફિલ્મનું ટીઝર આર માધવનની શૈતાની હસી સાથે પૂરું થાય છે. ફિલ્મના ટીઝરને અજય દેવગન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું છે. સાથે જ કેપ્શનમાં લખેલું છે કે, " તે તમને પૂછશે એક રમત રમવી છે ? પરંતુ તેની વાતમાં ન આવતા." 'ટીઝર સાથે જ ફિલ્મી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. શેતાન ફિલ્મ 8 માર્ચ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

વિકાસ બહલ ડાયરેક્ટેડ ફિલ્મ શૈતાનનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. આ ટીઝરમાં અજય દેવગન અને જ્યોતિકાની પણ એક ઝલક દેખાય છે. જેઓ આર માધવનથી ડરેલા જોવા મળે છે. ફિલ્મના પહેલા ટીઝર પરથી જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આર માધવન આ ફિલ્મમાં શૈતાનનો રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી શું હશે તે જાણવા માટે હવે દર્શકો 8 માર્ચની આતુરતાથી રાહ જોશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news