હેપ્પી બર્થ-ડે એશ્વર્યા: એશે અભિષેકને કર્યુ હતું લગ્ન માટે પ્રપોઝ, વાંચો કેટલાક રસપ્રદ કિસ્સા

મીસ વર્લ્ડનો ખિતાબ જીતનારી એશ્વર્યાએ ‘તાલ’, ‘હમ દિલ દે ચુકે સનમ, ધૂમ’, ‘ગુરૂ’ અને ‘રોબોટ’ જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

હેપ્પી બર્થ-ડે એશ્વર્યા: એશે અભિષેકને કર્યુ હતું લગ્ન માટે પ્રપોઝ, વાંચો કેટલાક રસપ્રદ કિસ્સા

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન 1 નવેમ્બરે તેનો 45મો બર્થડે ઉજવી સહી છે. કર્નાટકના મેંગલોરમાં જન્મી એશ્વરા રાય ફિલ્મ સ્ટારની જગ્યાએ એક આર્કિટેક્ટ બનવા ઇચ્છતી હતી. પરંતુ એક મોડલના રૂપમાં તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી. મીસ વર્લ્ડનો ખિતાબ જીતનારી એશ્વર્યાએ ‘તાલ’, ‘હમ દિલ દે ચુકે સનમ, ધૂમ’, ‘ગુરૂ’ અને ‘રોબોટ’ જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 2007માં એશ્વર્યાએ અભિષેક બચ્ચનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જાણો એશ્વર્યા રાય સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ Facts...

એશ્વર્યા રાયના પિતા કૃષ્ણરાજ બાયોલોજિસ્ટ હતા. માતા વૃંદા રાય હાઉસ વાઇફ હતી. તેનો ભાઇ આદિત્ય મર્ચેંટ નેવીમાં છે. સ્કૂલના દિવસોમાં તેની ફેમેલી મેંગલોરથી મુંબઇ શિફ્ટ થઇ ગયા, જ્યાં તેને આર્ય વિદ્યા મંદિર હાઇસ્કૂલમાં એડમિશન મળ્યું હતું. ત્યારબાદ તેણે એક વર્ષ જય હિંદ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ડીજી રૂપલે કોલેજમાં અભ્યાસ માટે એડમિશન લીધું હતું.

અભ્યાસના દિવસોમાં એશ્વર્યા રાયનો ફેરવેટ સબ્જેક્ટ જ્યૂલોજી અને તે મેડિકલ લાઇનમાં કરિયર બનાવવા માંગતી હતી. જો કે ત્યારબાદ તેની ઇચ્છા આર્કિટેક્ટ બનાવાની હતી. તેના માટે તે રચના સાંસદ એકેડેમી તરફ વળી હતી, પરંતુ મોડલિંગમાં બનાતા કરિયરને કારણે તેણે વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો.

મોડલિંગની તરફ પગલું વધારી ચુકેલી એશ્વર્યાએ 1991માં સુપરમોડલ કોન્ટેસ્ટ જીતી હતી. ફોર્ડની તરફથી આયોજિત આ કોન્ટેસ્ટને જીત્યા બાદ એશ્વર્યાને વોગ મેગેઝીને અમેરિકન એડિશનમાં સ્થાન મળ્યું હતું.

ત્યારબાદ લોકોમાં એશ્વર્યા ચર્ચાનો વિષય બનતી ગઇ હતી અને 1993માં એક્ટર આમિર ખાનની સાથે પેપ્સીની જાહેરાતમાં આવી અને રાતોરાત ફેમસ થઇ ગઇ હતી. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી. ત્યાબાદ દુનિયા તેની દુનિયા બદલાઇ ગઇ હતી.

એશ્વર્યાએ 1997માં આઇ મણિરત્નમની તાલિમ ફિલ્મ ‘ઇરૂવર’થી ફિલ્મી દુનિયામાં પગ મુક્યો હતો. આ ફિલ્મમાં એક્ટ્રેસ એશ્વર્યાના ડબ્બલ રોલ નિભાવ્યો હતો. તમિલ ભાષા ના જાણતા એશ્વર્યા રાયના ડાયલોગ બીજી આર્ટિસ્ટ ડબિંગ કરતી હતી. તે વર્ષે તેણે બોલિવુડમાં પગ મુક્યો ‘ઓર પ્યાર હો ગયા’માં બોબી દેઓલની સામે કામ કર્યું હતું. ત્યારબાદ એશ્વર્યાને હિન્દી સહીત તામિલ, તેલુગુ, બંગાળી અને અગ્રેજીમાં ઘણી ફિલ્મો મળી હતી.

સલમાન ખાન-એશ્રાય રાયની જોડી
સંજય લીલા ભંસાલીની 1999માં આવેલી ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ એશ્વર્યાના કરિયરનો ટર્નિગ પોઇન્ટ સાબીત થયો હતો. આ ફિલ્મની મોટી સફળતા બાદ સલમાન ખાન પણ ઘણો ફેમસ થયો હતો. આ ફિલ્મથી સલમાન ખાન અને એશ્વર્યા એકબીજાની નજીક આવ્યા હતા. તેના ત્રણ વર્ષ બાદ આ સંબંધ તૂટી ગયો હતો. બન્નેએ સાથે કુલ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘હમ દિલ દે ચુકે સનમ’ (1999), ‘ઢાઇ અક્ષર પ્રેમ કે’ (2000) અને ‘હમ તુમ્હારે હે સનમ’ (2002) શામેલ છે.

એશ્વર્યા અને અભિષેક આવ્યા એકબીજાની નજીક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મણિરત્નમની ફિલ્મ ‘ગુરૂ’ની શૂટિંગ દરમિયાન એશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. આ ફિલ્મની રિલીઝ થયાના થોડા સમય બાદ બન્નેએ લગ્ન કર્યા હતા. આજે તેમને 6 વર્ષની પુત્રી છે.

પુત્રીને દેખાડી પહેલી વાર દેખાડી આ ફિલ્મ
બેટી આરાધ્યાને એશ અને અભિષેકની પહેલી વાર તેમની હાલમાં જ રીલીઝ ફિલ્મ ‘ફન્ને ખાન’ દેખાડી હતી, કેમકે આ મૂવીના મેસેઝને સમજે અને તેની અંદર રહેલા ટેલેન્ટને બહાર લાવી શકે. અનિલ કપૂર, એશ્વર્યા અને રાજકુમાર રાવ સ્ટાર્સ ‘ફન્ને ખાન’ એક મોટિવેશનલ અને ઇન્સ્પિરેશનલ ફિલ્મ છે.

એશની પસંદગીની ફિલ્મ અને મિત્રો
ઘણા ઓછા લોકો જાણે છે કે એશ્વર્યાની સૌથી સારી મિત્ર બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા છે. જોકે, બન્ને એક સાથે ક્યારે પણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. આ ઉપરાંત એશ્વર્યા રાય બચ્ચનની હિન્દી ફિલ્મમાં ‘દીવાર’ સૌથી વધારે પસંદ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news