‘ભારત’ બાદ હવે દિશા પટણીની હાથ લાગી સલમાન ખાનની આ ફિલ્મ?

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) તાજેતરમાં ચર્ચાઓમાં છવાયેલી છે. પરંતુ આ વખતે તે પોતાના પ્રાઇવેટ સંબધોને લઇને નહીં પરંતુ એક ફિલ્મને લઇને

‘ભારત’ બાદ હવે દિશા પટણીની હાથ લાગી સલમાન ખાનની આ ફિલ્મ?

નવી દિલ્હી: બોલીવુડની જાણીતી એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) તાજેતરમાં ચર્ચાઓમાં છવાયેલી છે. પરંતુ આ વખતે તે પોતાના પ્રાઇવેટ સંબધોને લઇને નહીં પરંતુ એક ફિલ્મને લઇને. જી હા, ચર્ચા છે કે, તે પોતાની આગામી ફિલ્મમાં સલમાન ખાનની સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાનની આગામી ફિલ્મ ‘રાધે: ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ (Radhe: India's Most Wanted Cop)’ માટે દિશા પટણીને લીડ એક્ટ્રેસ તરીકે પસંદ કરી છે. જેના ડાયરેક્ટર પ્રભૂદેવા છે. તેમને જણાવી દઇએ કે આ પહેલા દિશા સલમાનની સાથે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી.

Disha Patani

ફિલ્મ ભારતમાં દિશાની ભૂમીકા નાની હતી, કેમ કે, તે ફિલ્મમાં કેટરીના કેફ લીડ એક્ટ્રેસનો રોલ અદા કરી રહી હતી. પરંતુ આ ફિલ્મનું એક સોન્ગ ‘સ્લો મોશન’ ઘણું હિટ થયું હતું. આ સોન્ગમાં સલમાનની સાથે દિશાએ જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. હવે ફિલ્મ ‘રાધે: ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ’માં દિશા સલમાનની લીડ એક્ટ્રેસ બનીને પરદા પર ઉતરશે.

Video : रिलीज हुआ 'भारत' का 'स्लो मोशन', सलमान से बोलीं दिशा- 'अब होगी हमारी वेडिंग'

સમાચારોનું માનીએ તો આ ફિલ્મ આ નવેમ્બરથી ફ્લોર પર આવી જશે. તમને જણાવી દઇએ કે, સલમાનની આ ફિલ્મ એક કોરિયાઈ ફિલ્મની રીમેક હશે, જેનું નામ ‘ધ આઉટલોઝ’ છે. જો કે, અત્યાર સુધી સલમાન ખાન અથવા ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેની કોઇ સત્તાવાર જાહેરતા કરવામાં આવી નથી. ત્યારે બીજી તરફ સલમાન તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘દબંગ 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની આ ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news