Adipurush: 'હનુમાનજી' ના વિવાદિત ડાયલોગ પર રાઈટર મનોજ મુંતશિરે કરી સ્પષ્ટતા, કહ્યું- જાણી જોઈને...

Adipurush Controversy: વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહેલી આદિપુરુષ રિલીઝ થતા જ  વિવાદમાં ફસાઈ છે. આદિપુરુષમાં ભગવાન હનુમાનજીના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ખુબ હંગામો મચી રહ્યો છે. અનેક વિવાદ અને ટીકાઓ વચ્ચે આદિપુરુષના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે સામે આવીને સ્પષ્ટતા કરી છે.

Adipurush: 'હનુમાનજી' ના વિવાદિત ડાયલોગ પર રાઈટર મનોજ મુંતશિરે કરી સ્પષ્ટતા, કહ્યું- જાણી જોઈને...

Adipurush Controversy: વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહેલી આદિપુરુષ રિલીઝ થતા જ  વિવાદમાં ફસાઈ છે. આદિપુરુષમાં ભગવાન હનુમાનજીના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ખુબ હંગામો મચી રહ્યો છે. અનેક વિવાદ અને ટીકાઓ વચ્ચે આદિપુરુષના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે સામે આવીને સ્પષ્ટતા કરી છે. મનોજ મુંતશિરનું કહેવું છે કે જે ડાયલોગને લઈને હંગામો મચી રહ્યો છે તે જાણી જોઈને આમ રાખવામાં આવ્યો છે જેના કારણે અત્યારના લોકો તેની સાથે જોડાઈ શકે. 

શું કહ્યું મનોજ મુંતશિરે?
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મનોજ મુંતશીરે હનુમાનજીના વિવાદિત ડાયલોગ પર વાત કરતા કહ્યું કે ફક્ત હનુમાનજીની વાત કેમ થઈ રહી છે. મને લાગે છે કે જો વાત થવી જોઈએ તો આપણે ભગવાન શ્રીરામના જે સંવાદ છે તેમના વિશે પણ વાત કરવી જોઈએ. આપણને જે માતા સીતાના સંવાદ છે જ્યાં તેઓ રાવણની અશોક વાટીકમાં બેસીને ચેલેન્જ કરે છે કે રાવણ તારી લંકામાં હજુ એટલું સોનું નથી કે જાનકીના પ્રેમને ખરીદી શકે તે અંગે વાત કેમ થઈ રહી નથી. 

જાણી જોઈને લખાયા આવા ડાઈલોગ્સ
મનોજ મુંતશિર પોતાના ઈન્ટરવ્યુમાં જણાવે છે કે આ ડાયલોગ કોઈ ભૂલ નથી, બજરંગ બલીના ડાયલોગ્સ એક પ્રોસેસમાંથી પસાર થયા છે. અમે તેને ખુબ સિમ્પલ રાખ્યા છે. મનોજ મુંતશિરે કહ્યું કે એક ફિલ્મમાં અનેક કેરેક્ટર્સ છે તો દરેક જણ કોઈ એક ભાષામાં વાત કરી શકે નહીં આવામાં કઈક અલગ હોવું જરૂરી છે. 

પહેલીવાર નથી લખાયા આવા ડાયલોગ
મનોજ મુંતશિર આગળ જણાવે છે કે આપણે રામાયણને કેવી રીતે જાણીએ છીએ. આપણા ત્યાં કથા વાંચનની પરંપરા છે. રામાયણ એક એવો ગ્રંથ છે જેને આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. અખંડ પાઠ થાય છે, કથા વાંચન થાય છે. હું એક નાના ગામમાંથી આવ્યો છું. અમારા ત્યાં દાદી-નાની જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે આ ભાષામાં સંભળાવતા હતા. આ જે ડાયલોગ (કપડાં તેરે બાપ કા..) જેનો ઉલ્લેખ થયો છે, તે દેશના મોટા મોટા સંત, આ દેશના મોટા મોટા કથાવાચત આ રીતે જ બોલે છે જેવો મે લખ્યો છે. હું પહેલો નથી જેણે આ પ્રકારના ડાયલોગ લખ્યા છે. આવું પહેલેથી જ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news