Adipurush: આદિપુરુષ ફિલ્મના પહેલા જ સીનમાં બાફ્યું, રાવણે બ્રહ્માજી પાસે ફિલ્મમાં માંગ્યું એવું વરદાન કે લોકોને ચઢી ખીજ...

Adipurush: આદિપુરુષ ફિલ્મમાં જે સીન બતાવવામાં આવ્યા છે તેને જોઈને લોકો કહી રહ્યા છે કે ફિલ્મનો વાસ્તવિક રામાયણ સાથે કોઈ જ સંબંધ નથી. ફિલ્મના પહેલા જ સીનમાં મોટી ભુલ દર્શાવવામાં આવી છે. જેને લઈ દર્શકો નારાજ થયા છે. 

Adipurush: આદિપુરુષ ફિલ્મના પહેલા જ સીનમાં બાફ્યું, રાવણે બ્રહ્માજી પાસે ફિલ્મમાં માંગ્યું એવું વરદાન કે લોકોને ચઢી ખીજ...

Adipurush: ભગવાન શ્રીરામના જીવન પર આધારિત ફિલ્મ આદિપુરુષ 16 જૂને દેશભરમાં રિલીઝ થઈ. ફિલ્મ રિલીઝ થયાની સાથે જ તે ટ્રોલ થવા લાગી છે. ફિલ્મ જોનાર લોકો ફિલ્મની આલોચના કરી રહ્યા છે. લોકોને ફિલ્મના કેટલાક તથ્યો અને તેના ડાયલોગ્સ પસંદ પડ્યા નથી. જેને લઈને વિવાદ શરૂ થયો છે. આદિપુરુષ ફિલ્મને લઈને લોકોમાં એટલો ગુસ્સો છે કે કોર્ટમાં ફિલ્મને પ્રતિબંધિત કરવાની માંગ પણ કરવામાં આવી છે. આદિપુરુષ ફિલ્મમાં જે સીન બતાવવામાં આવ્યા છે તેને જોઈને લોકો કહી રહ્યા છે કે ફિલ્મનો વાસ્તવિક રામાયણ સાથે કોઈ જ સંબંધ નથી. જેમ કે ફિલ્મના પહેલા જ સીનમાં ફિલ્મ મેકર્સે બાફી માર્યું છે.

આદિપુરુષ ફિલ્મનો પહેલો સીન

આ પણ વાંચો:

આદિપુરુષ ફિલ્મની શરૂઆત રાવણ અને બ્રહ્માજીના સીનથી કરવામાં આવી છે. જેમાં રાવણ તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી વરદાન માંગે છે. જોકે જે વરદાન રાવણ માંગે છે તેનો રામાયણ સાથે કોઇ જ સંબંધ નથી. ફિલ્મ રાવણ બ્રહ્માજી પાસેથી વરદાન માંગે છે કે," તેનું મોત દિવસે પણ ન થાય અને રાતે પણ ન થાય, પાણીમાં પણ ન થાય અને હવામાં પણ ન થાય, ધરતી પર પણ ન થાય અને આકાશમાં પણ ન થાય, તેને કોઈ દેવ કે કોઈ દાનવ મારી ન શકે..." ફિલ્મના પહેલા સીનથી જ લોકો આ વાતને મોટી ભૂલ ગણાવી રહ્યા હતા. કારણ કે હકીકતમાં આ વરદાન રાવણે બ્રહ્માજી પાસેથી નહીં પરંતુ હિરણ્યકશ્યપ નામના દૈત્યએ બ્રહ્માજી પાસેથી માંગ્યું હતું. આ વરદાનના કારણે જ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો હતો. આ વાર્તા નાના બાળકોને પણ ખબર હશે. તેવામાં આદિપુરુષ ફિલ્મ બનાવનાર ઓમ રાઉતે રામાયણનો અભ્યાસ કર્યો નથી તેવી વાત પણ સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે. 

બ્રહ્માજી પાસેથી રાવણે માંગેલું વરદાન

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસમાં આ પ્રસંગનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામચરિત માનસ અનુસાર જ્યારે તપસ્યા કરીને રાવણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા તો બ્રહ્માજી પાસેથી રાવણે આવું વરદાન માંગ્યું હતું... "હમ કાહુ કે મરહિ ન મારે, બાનર મનુજ જાતિ દૂઈ બારે". એટલે કે મનુષ્ય અને વાંદરા સિવાય અન્ય કોઈ તેના મૃત્યુનું કારણ ન બને.

રાવણે બ્રહ્માજી પાસેથી આ વરદાન એટલા માટે માંગ્યું હતું કે તે પોતાની શક્તિ સામે દેવતાઓને તુચ્છ ગણતો હતો. તેને લાગતું હતું કે દેવતા પણ તેનાથી ડરે છે તો માણસ અને વાંદરા તેના મૃત્યુનું કારણ ક્યારેય નહીં બને. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news