The Kerala Story ફિલ્મ માટે અદા ખાનને મળ્યા સૌથી વધુ પૈસા, જાણો અન્ય સ્ટાર કાસ્ટની ફી વિશે

The Kerala Story: વર્ષ 2023ની બોક્સ ઓફિસ પર સફળ રહેનાર ફિલ્મોની યાદીમાં એક નવી ફિલ્મની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ છે અદા શર્માની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' આ ફિલ્મે અનેક વિવાદો છતાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે.  

The Kerala Story ફિલ્મ માટે અદા ખાનને મળ્યા સૌથી વધુ પૈસા, જાણો અન્ય સ્ટાર કાસ્ટની ફી વિશે

The Kerala Story: વર્ષ 2023ની શરુઆતથી અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો રિલીઝ છે. આ તમામ ફિલ્મોમાં હિટ અને બોક્સ ઓફિસ પર સફળ રહી હોય તેવી ફિલ્મોની વાત કરીએ તો શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' અને રણબીર કપૂરની 'તુ જૂઠી મેં મક્કાર' જેવી ફિલ્મોનો સમાવેશ થતો હતો. પરંતુ હવે આ લિસ્ટમાં એક નવી ફિલ્મની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ છે અદા શર્માની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' આ ફિલ્મે અનેક વિવાદો છતાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે.  

આ પણ વાંચો:

જો વાત કરીએ 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મના કલાકારોને મળેલી ફી વિશે. તો ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી અદા શર્માને સૌથી વધુ પૈસા મળ્યા છે.  અદાએ આ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ફી લીધી હતી. જ્યારે ફિલ્મની બાકીની ત્રણ અભિનેત્રીઓ યોગિતા બિહાની, સિદ્ધિ ઈડનાની અને સોનિયા બલાનીને 30-30 લાખ રૂપિયા મળ્યા છે. જ્યારે અભિનેતા વિજય કૃષ્ણા અને પ્રણય પચૌરીએ 20-20 લાખ રૂપિયા લીધા છે. 

'ધ કેરલા સ્ટોરી'ના બજેટની વાત કરીએ તો રિપોર્ટસ અનુસાર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' 40 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ેઆ ફિલ્મ 5 મે 2023ના રોજ રિલીઝ થઈ હતી 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ રિલીઝના આટલા દિવસ પછી પણ સારું પ્રદર્શન કરી રહી છે. 10 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી આ ફિલ્મ 200 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news