એવું તો શું થયું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને માંગ્યો PM મોદીનો ઓટોગ્રાફ? જાણવા જેવું છે કારણ
ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પીએમ મોદી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તેમના ઘણા મહાનુભાવો, યુએસના ઘણાં મોટા બિઝનેસમેન અને વ્યાપારીઓ, જાહેર જીવનના અમેરિકાના મોટા માથાઓ પીએમ મોદીના કાર્યક્રમમાં આવવા માંગે છે.
Trending Photos
PM Modi Japan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતની દુનિયાભરમાં ચર્ચા છે. કારણકે, અહીં જે રીતે પીએમ મોદીને વિદેશની ધરતી પર દુનિયાભરના દેશોમાંથી આવકાર મળી રહ્યો છે એ દ્રશ્યો સતત ચર્ચા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ પીએમ મોદીને સામે ચાલીને મળવા આવે છે અને ગળે મળે છે. એટલું જ નહીં જો બાઈડેન પીએમ મોદીનો ઓટોગ્રાફ માંગે છે આ ઘટના ખરેખર ભારત માટે ગર્વ લેવા જેવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પીએમ મોદી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તેમના ઘણા મહાનુભાવો, યુએસના ઘણાં મોટા બિઝનેસમેન અને વ્યાપારીઓ, જાહેર જીવનના અમેરિકાના મોટા માથાઓ પીએમ મોદીના કાર્યક્રમમાં આવવા માંગે છે. જેનું આયોજન કરવું મારા માટે પણ અઘરું બને છે. યુએસમાં પણ મોદીના ઘણાં સમર્થકો છે.
આ વાતચીત દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝે કહ્યું કે સિડનીમાં પીએમ મોદીના સામુદાયિક સ્વાગતની ક્ષમતા, જ્યાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેની ક્ષમતા માત્ર 20,000 લોકોની છે, પરંતુ લોકોની સંખ્યા વધી રહી છે. તેના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પીએમ મોદીને કહ્યું કે મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ. પીએમ મોદીને વિદેશની ધરતી પર સતત સન્માન મળી રહ્યું છે. જાપાનની મુલાકાત બાદ પીએમ મોદી ભારતીય સમય અનુસાર સવારે 10.15 કલાકે હિરોશિમાથી પાપુઆ ન્યુ ગિની જવા રવાના થશે.
#WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan. pic.twitter.com/bbaYMo1jBL
— ANI (@ANI) May 20, 2023
પાપુઆ ન્યુ ગીનીમાં પીએમ મોદીને વેલકમ કરવા PNG PM પોતે એરપોર્ટ પહોંચશે. PM મોદીનું એરપોર્ટ પર પાપુઆ ન્યુ ગિની દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. સામાન્ય રીતે પપુઆ ન્યુ ગિનીમાં સૂર્યાસ્ત થયા પછી કોઈ ઔપચારિક સ્વાગત થતું નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પીએમ મોદીના સમુદાય કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સિડનીના હેરિસ પાર્કને લિટલ ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવશે, તેની જાહેરાત સિડનીમાં PMના સમુદાય કાર્યક્રમમાં થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે