ભોલા ફિલ્મ જોનાર દર્શકોને અભિષેક બચ્ચને આપી સરપ્રાઈઝ, પાર્ટ 2માં અભિષેક બનશે વિલન

Bholaa Film Sequel: આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ દર્શકો માટે એક નવું સરપ્રાઈઝ લાવી છે. એક્શનથી ભરપુર ફિલ્મ પૂરી થાય છે અને દર્શકોને જોવા મળે છે ટુ બી કંટીન્યુડ... એટલે કે ફિલ્મ નો બીજો ભાગ પણ આવશે.

ભોલા ફિલ્મ જોનાર દર્શકોને અભિષેક બચ્ચને આપી સરપ્રાઈઝ, પાર્ટ 2માં અભિષેક બનશે વિલન

Bholaa Film Sequel: રામનવમીના દિવસે થિયેટરમાં અજય દેવગનની ફિલ્મ ભોલા રિલીઝ થઈ છે. આ ફિલ્મની શરૂઆત ધીમી રહી છે. આ ફિલ્મને દર્શકોના દિલમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરવો પડશે તેવું લાગી રહ્યું છે. કારણ કે આ ફિલ્મમાં પારિવારિક દર્શકો, મહિલાઓ અને બાળકો માટે કંઈ ખાસ નથી. ફિલ્મ ભોલાનું પહેલા દિવસનું કલેક્શન 10 થી 12 કરોડ જેટલું રહ્યું હતું. 

આ પણ વાંચો: 

ફિલ્મ ભોલાની સ્ટોરી દર્શકોને પકડી શકી નથી. કારણ કે તેમાં એક્શનથી ભરપૂર દ્રશ્યો વધારે જોવા મળે છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ દર્શકો માટે એક નવું સરપ્રાઈઝ લાવી છે. એક્શનથી ભરપુર ફિલ્મ પૂરી થાય છે અને દર્શકોને જોવા મળે છે ટુ બી કંટીન્યુડ... એટલે કે ફિલ્મ નો બીજો ભાગ પણ આવશે.

ફિલ્મના એન્ડમાં લોકો ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે જ્યારે અભિષેક બચ્ચનની એન્ટ્રી થાય છે. ફિલ્મ ભોલાના પાર્ટ ટુ માં અભિષેક બચ્ચન સમુદ્રી લુટેરા ની ભૂમિકા ભજવશે અને તેની એન્ટ્રી બતાવી દેવામાં આવી છે. ભોલા 2 માં અભિષેક બચ્ચન વિલન તરીકે જોવા મળશે. જોકે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેનો ખુલાસો હજી થયો નથી પરંતુ એક વાત ફાઇનલ છે કે ભોલાની સિક્વલ ફિલ્મમાં અભિષેક બચ્ચન જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news