આ હિરોઇને ગુપચુપ કરી લીધી સગાઈ, વરજીની તસવીર જોવા કરો ક્લિક..

બોલિવૂડમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે

આ હિરોઇને ગુપચુપ કરી લીધી સગાઈ, વરજીની તસવીર જોવા કરો ક્લિક..

નવી દિલ્હી : હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. નાના પડદાથી માંડીને મોટા પડદાના સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. હવે આ યાદીમાં ખતરોં કે ખેલાડીની સિઝન 4ની વિજેતા રહી ચૂકેલી આરતી છાબરિયાનું નામ પણ જોડાઈ ગયું છે. આરતીએ હાલમાં વિશારદ બીડીસી સાથે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે 11 માર્ચે મોરેશિયસમાં આ સગાઈ યોજવામાં આવી હતી અને હવે બંને લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે.

વિશારદ ટેક્સ કન્સલ્ટન્ટ છે અને એનો મુખ્ય બિઝનેસ મોરેશિયસમાં છે. મળતી માહિતી પ્રમાણે બંને લગ્ન કરીને મુંબઈ શિફ્ટ થવાના છે. વિશારદે બિઝનેસ માટે બહુ ટ્રાવેલ કરવું પડે છે પણ એને મુંબઈમાં સેટલ થવામાં કોઈ સમસ્યા નથી. મળતી માહિતી પ્રમાણે બંને આવતા મહિને લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 

સ્પોટબોય વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન આરતીએ પોતાના લગ્ન વિશે અનેક ખુલાસા કર્યા છે. તેણે કહ્યું છે કે હું જ્યારે પહેલીવાર વિશારદને મળી ત્યારે જ મને અહેસાસ થઈ ગયો હતો કે તે મારા માટે પર્ફેક્ટ છે. મેં અને વિશારદે 11 માર્ચે મોરેશિયસમાં પરિવારની હાજરીમાં સગાઈ કરી લીધી છે અને મને એ વાતની ખુશી છે કે લગ્ન પછી અમે ભારતમાં જ રહેશું. મને લગ્ન પછી પણ મિત્રો અને પરિવારજનો સાથે રહેવાની તક મળશે. 

આરતીએ અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં તુમસે અચ્છા કૌન હૈ, આવારા પાગલ દીવાના, રાજાભૈયા, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો, પાર્ટનર, દસ તોલા, શાદી નંબર વન, કિસસે પ્યાર કરું, લજ્જા અને મિલેંગે મિલેંગે જેવી ફિલ્મો શામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news