'સંજૂ' ફિલ્મ જોઈને હલી ગયો આમિર ખાન, ફટાફટ ટ્વિટ કરીને રણબીર વિશે આપ્યું 'આ' નિવેદન

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાને સંજય દત્તની ફિલ્મ સંજૂ જોયા બાદ પોતાના વિચાર માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર શેર કર્યાં.

'સંજૂ' ફિલ્મ જોઈને હલી ગયો આમિર ખાન, ફટાફટ ટ્વિટ કરીને રણબીર વિશે આપ્યું 'આ' નિવેદન

મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાને સંજય દત્તની ફિલ્મ સંજૂ જોયા બાદ પોતાના વિચાર માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર શેર કર્યાં. આમિરે ટ્વિટ કરીને લખ્યું કે સંજૂ ખુબ ગમી. એક પિતા અને પુત્રની, અને બે મિત્રોની ખુબ જ ભાવુક કરી નાખે તેવી કહાની. રણબીરે શાનદાર કામ કર્યું છે અને વિકી કૌશલે તો મગજ હલાવી નાખ્યું.

આમિરે રાજકુમાર હિરાનીને આટલી શાનદાર ફિલ્મ બનાવવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે આભાર રાજુ એક વધુ એન્ટરટેઈન અને સશક્ત કરનારી ફિલ્મ બનાવવા બદલ. ખુબ ખુબ પ્રેમ. અત્રે જણાવવાનું કે સંજૂ જોયા બાદ રણબીર કપૂર અને દિગ્દર્શક રાજકુમાર હિરાનીના ચારે કોર ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યાં છે. દર્શકો તો ફિલ્મ જોઈને જાણે પાગલ થઈ ગયા હોય તેવો માહોલ છે.

— Aamir Khan (@aamir_khan) June 29, 2018

ફિલ્મમાં સંજય દત્તની એવી પણ કેટલીક વાતો જાણવા મળી જેણે લોકોને ખુબ ભાવુક કરી નાખ્યાં. આલિયા ભટ્ટની માતા સોની રાજદાને પણ લખ્યું છે કે હું આ છોકરાને પસંદ કરું છું. તે દુનિયાના કેટલાક દયાળુ લોકોમાંનો એક છે. સંજૂ સાથે કોઈની સરખામણી થઈ શકે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news