બિકિનીમાં ઉજવ્યો બર્થડે: ફોટા જોઇ આમીરની લાડલીને ફેન્સ કરવા લાગ્યા ટ્રોલ

થોડા દિવસો પહેલાં ઇદના તહેવાર પર ઇરાએ પોતાના બોયફેન્ડ સાથે ઇદની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. ઇરા બોયફ્રેન્ડ બાહોમાં રોમેન્ટીક અંદાજમાં કોજી અંદાજમાં જોવા મળી હતી. ઇરાનો આ હોટ અંદાજ ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. ફોટો પર ઘણા લોકોએ ઇરાના લુકની પ્રશંસા કરી તો ઘણા લોકોએ ઢંગના કપડા પહેરાની સલાહ આપી હતી.

બિકિનીમાં ઉજવ્યો બર્થડે: ફોટા જોઇ આમીરની લાડલીને ફેન્સ કરવા લાગ્યા ટ્રોલ

Aamir Khan Daughter Birthday:  સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન પોતાની બિંદાસ લાઇફ સ્ટાઇલ માટે જાણિતી છે. ઇરા ખાન અવાર નવા પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી હોય છે. આમિર ખાનની પુત્રી આઇરા ખાને ગત રવિવારે એટલે કે 8 મેના રોજ પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેક પર મીણબત્તીઓ ઓલવતી વખતે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટાને જોઇને લાગી રહ્યું છે કે આમિરની પુત્રીએ બથર્ડે પર પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આઇરા કેક કાપતી વખતે બિકિનીમાં જોવા મળી અને આ બિકિનીએ ટ્રોલર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. આમિર પણ આ ફોટામાં શર્ટલેસ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તેમની સાથે પુત્ર આઝાદ પણ જોવા મળી રહ્યો છે. 

એક ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં ઇરા ખાને જણાવ્યું કે હાલમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. કારણ કે ડિપ્રેશન બાદ તેને હવે એંગ્ઝાટી એટેક આવવા લાગ્યા છે. આઇરાએ લખ્યું કે મને એંગ્ઝાટી એટેક આવવા લાગ્યા છે, ગભરામણ થાય છે અને હું રડવા લાગુ છું. મને ખબર નથી કે પેનિક એટેક કેવો હોય છે પરંતુ હું તેને સમજી શકુ છું તો તેના શારીરિક લક્ષણ છે ધબકારા વધવા, શ્વાસ ચઢવો, અડવું વગેરે પછી આ વધતું જાય છે. એવું લાગે છે કે જેમ કે કંઇક ડરામણું થવાનું હોય. 

આઇરા ખાન એક એવી સ્ટાર કિડ છે, જેમણે હજુ સુધી ફિલ્મોમાં પર્દાપણ કર્યું નથી, તેમછતાં તે ખૂબ જાણિતી છે. આઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના દિલની વાત વ્યક્ત કરે છે. આઇરા પોતાની જીંદગી સાથે જોડાયેલા ખુલાસા સોશિયલ મીડિયા પર કરી ચૂકી છે. આઇરા મેન્ટલ હેલ્થને લઇને ખૂબ જ સજાગ રહે છે અને આ વખતે તેને આ મુદ્દે ખુલીને વાત કરી છે, તાજેતરમાં જ તેમણે પોતાના સાથે જોડાયેલો એક મોટો ખુલાસો પણ કર્યો હતો. 

થોડા દિવસો પહેલાં ઇદના તહેવાર પર ઇરાએ પોતાના બોયફેન્ડ સાથે ઇદની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. ઇરા બોયફ્રેન્ડ બાહોમાં રોમેન્ટીક અંદાજમાં કોજી અંદાજમાં જોવા મળી હતી. ઇરાનો આ હોટ અંદાજ ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. ફોટો પર ઘણા લોકોએ ઇરાના લુકની પ્રશંસા કરી તો ઘણા લોકોએ ઢંગના કપડા પહેરાની સલાહ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news