નીતિન ગડકરીએ કહ્યું-આવનારો સમય ઈલેક્ટ્રિક વાહનોનો, જલદી ઈલેક્ટ્રિક ટ્રક-ટ્રેક્ટર લોન્ચ થશે

Zee Sammelan 2022: ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝી સંમેલનમાં કેન્દ્રીય રોડ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું.

નીતિન ગડકરીએ કહ્યું-આવનારો સમય ઈલેક્ટ્રિક વાહનોનો, જલદી ઈલેક્ટ્રિક ટ્રક-ટ્રેક્ટર લોન્ચ થશે

Zee Sammelan 2022: ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝી સંમેલનમાં કેન્દ્રીય રોડ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રિક ગાડીઓથી પ્રદૂષણ ઓછું થશે અને દેશ આત્મનિર્ભર ભારત તરફ ડગલા ભરશે. 

ભારત દુનિયાની નંબર 1 ઓટો ઈન્ડસ્ટ્રી બનશે
પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશના યુવાઓને રોજગારી મળી છે. હવે દેશના રસ્તાઓમાં ઘણો સુધારો પણ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત દુનિયાની નંબર વન ઓટો ઈન્ડસ્ટ્રી બનશે. સરકાર રોડ દુર્ઘટનાઓને રોકવા માટે કામ કરી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો અને ઉર્જા ક્ષેત્રમાં આવેલા ફેરફાર પર વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે ઉર્જાની આયાત નહીં પરંતુ નિકાસ કરનારો દેશ બનશે ભારત. 

નીતિન ગડકરીએ કહ્યું કે રોડ એન્જિનિયરિંગમાં સુધારો કરી રહ્યા છીએ જેથી કરીને અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય. જેના પર કામ થઈ રહ્યું છે. ઈલેક્ટ્રિક વાહનોને લઈને નીતિન ગડકરીએ કહ્યું કે ઈલેક્ટ્રિક કાર માટે લોકોનું એક વર્ષનું વેઈટિંગ લાગ્યું છે. લોકો તે તરફ આગળ વધી રહ્યા છે. ઈલેક્ટ્રિક કાર, સ્કૂટર, બાઈક અને બસ તો બજારમાં છે જ અને ઈલેક્ટ્રિક ટ્રક અને ટ્રેક્ટર પણ જલદી લોન્ચ થશે. આવનારા સમયમાં લોકો કાર અને સ્કૂટર ખરીદશે તો તે પણ ઈલેક્ટ્રિક જ લેશે, એ દિશામાં કામ થઈ રહ્યું છે. 

— Zee News (@ZeeNews) June 25, 2022

ગડકરીએ કહ્યું કે મારી બધાને અપીલ છે કે ઘરમાં પાર્કિંગ બનાવો. રોડ અને ફૂટપાથ પર કોઈ ગેરકાયદેસર રીતે ગાડી ઊભી રાખે તો તેનો ફોટો ખેંચીને સરકારને મોકલશો તો 500 રૂપિયા મળશે. રાજ્ય સરકાર સાથે આ મુદ્દે વાતચીત કરીને એવો કાયદો લાવવાની વાત થઈ રહી છે. આવનારા સમયમાં દેશમાં નિકાસ વધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news