Yes Bankના રોકાણકારો પળભરમાં થયા માલામાલ, શેરમાં આવ્યો 35%નો ઉછાળો, જાણો કારણ

પ્રાઇવેટ સેક્ટરની બેંક Yes Bank ને લઇને મોટા સમાચાર આવ્યા છે. બેંકોને હોંગકોંગની કંપનીમાંથી લગભગ 8,520 કરોડ રૂપિયાનું રોકાણ (Yes Bank gets binding offer) ઓફર મળી છે. આ સમાચાર બાદ બેંક (Yes Bank Share Price)ના શેરમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સાથે જ કેટલીક મિનિટોમાં બેંકોનો માર્કેટ કેપ 4,500 રૂપિયા વધી ગયો. આ એક કલાકમાં 14,455 કરોડ રૂપિયાથી વધીને 19 કરોડ રૂપિયાના નજીક પહોંચી ગયો છે.

Yes Bankના રોકાણકારો પળભરમાં થયા માલામાલ, શેરમાં આવ્યો 35%નો ઉછાળો, જાણો કારણ

મુંબઇ: પ્રાઇવેટ સેક્ટરની બેંક Yes Bank ને લઇને મોટા સમાચાર આવ્યા છે. બેંકોને હોંગકોંગની કંપનીમાંથી લગભગ 8,520 કરોડ રૂપિયાનું રોકાણ (Yes Bank gets binding offer) ઓફર મળી છે. આ સમાચાર બાદ બેંક (Yes Bank Share Price)ના શેરમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે. આ સાથે જ કેટલીક મિનિટોમાં બેંકોનો માર્કેટ કેપ 4,500 રૂપિયા વધી ગયો. આ એક કલાકમાં 14,455 કરોડ રૂપિયાથી વધીને 19 કરોડ રૂપિયાના નજીક પહોંચી ગયો છે. તેના પર એક્સપર્ટ્સનું કહેવું છે કે જો કોઇની પાસે યસ બેંકના શેર છે તો તેને કેટલા શેરોમાં મુનાફાવસૂલી કરી લેવી જોઇએ. હાલના સ્તર પરથી નવું રોકાણ પણ કરવામાં આવી શકે છે. 

કેમ આવી તેજી
મીડિયા રિપોર્ટ્સના અનુસાર હોંગકોંગની કંપની SPGP દ્વારા 120 કરોડ ડોલર (લગભગ 8,520 કરોડ રૂપિયા)નું રોકાણની ઓફર મળી છે. BSE (Bombay Stock Exchange) ને આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે યસ બેંકમાં રોકાણને લઇને કંપનીઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તો બીજી તરફ એક મોટી કંપની પાસેથી યસ બેંકને બાઇડિંગ ઓફર પણ મળી છે. આ સમાચાર કંપનીના શેરોમાં તેજી આવી છે. બેંકનો માર્કેટ કેપ વધીને 18 હજાર કરોડ રૂપિયાનો થઇ ગયો છે. 

યસ બેંક સાથે પૈસાને લઇને મોટી પરેશાની હતી. જો બેંકોને 18,520 કરોડ રૂપિયાની રકમ મળી જાય છે તો બેંકનું સૌથી મોટું ટેન્શન દૂર થઇ જશે. એવામાં બેંકના શેરમાં અને તેજી આવવાની આશા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news