જો તમારી પાસે છે આ રેરેસ્ટ ઓફ ધી રેર સિક્કા, કરોડોમાં નહીં અબજોમાં છે કિંમત!

Antique Coins: તમને જણાવી દઈએ કે, 2007 મહારાણી એલિઝાબેથ II દુનિયાનો પહેલો એવો સિક્કો છે જેના પર એક મિલિયન ડોલરની વેલ્યૂ માર્કેટમાં કરવામાં આવી હતી. આ રોયલ કનાડિયન મિંટે 2007 માં ડિઝાઈન કર્યો હતો.

જો તમારી પાસે છે આ રેરેસ્ટ ઓફ ધી રેર સિક્કા, કરોડોમાં નહીં અબજોમાં છે કિંમત!

Antique Coins: સિક્કાનું ચલણ ઘણા વર્ષો જૂનું છે. રાજા-મહારાજાઓ પણ તેમની જનતા માટે મુદ્રા તરીકે સિક્કા જાહેર કરતા હતા. કેટલાક સિસ્કા એટલા પ્રાચીન થઈ ગયા છે કે તેમની માર્કેટ વેલ્યૂ વિશે તમે વિચારી પણ નહીં શકો. આવો જાણીએ આવા કેટલાક અનોખા અને પ્રાચિન સિક્કા વિશે...

ડબલ ઇગલ સિક્કાને અમેરિકાનો સૌથી નાયાબ સિસ્કો માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ સિક્કાને જેમ્સ બાર્ટન લોંગ્રાકે ડિઝાઈન કર્યો હતો. ડબલ ઇગલને વર્ષ 1850 માં તૈયાર કરવામાં આવ્યો હતો. તેની કિંમત 20 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 1 અબજ રૂપિયા) જણાવવામાં આવી રહી છે.

1787 બ્રશર ડબલૂન એક સોનાનો સિક્કો છે. તેને એફ્રેમ બ્રેશરે ન્યૂયોર્કમાં બનાવ્યો હતો. તેમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ 2011 માં તેની 74 મિલિયન અમેરિકન ડોલરમાં હરાજી કરવામાં આવી હતી પરંતુ વર્ષ 2014 માં આ સિક્કાના બીજા સેમ્પલની 4.5 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 35 કરોડ રૂપિયા) માં હરાજી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, 2007 મહારાણી એલિઝાબેથ II દુનિયાનો પહેલો એવો સિક્કો છે જેના પર એક મિલિયન ડોલરની વેલ્યૂ માર્કેટમાં કરવામાં આવી હતી. આ રોયલ કનાડિયન મિંટે 2007 માં ડિઝાઈન કર્યો હતો. આ સિક્કાના એક સેમ્પલની વર્ષ 2009 માં 4.02 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 32 કરોડ રૂપિયા) માં હરાજી કરવામાં આવી હતી.

લિબર્ટી હેડ નિકેલનું પ્રોડક્શન 1913 માં થયું હતું. જ્યારે 1920 માં તેને પબ્લિક માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. તેના ડિઝાઈનનું નામ શમૂએલ બ્રાઉન હતું. વર્ષ 2010 માં આ સિક્કાના એક સેમ્પલની 3.7 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 29 કરોડ રૂપિયા) માં હરાજી કરવામાં આવી હતી. આ સિક્કાના પાંચ સેમ્પલ્સ હાલના સમયમાં હાજર છે.

1907 સેન્ટ-ગૌડેન્સ ડબલ ઇગલ અલ્ટ્રા હાઈ રિલીફને 1907 થી ઉપયોગમાં લાવવામાં આવ્યો હતો. તેની ડિઝાઈન કરનાર મૂર્તિકારનું નામ ઓગસ્ટસ સેન્ટ ગૌડન્સે હતું. તેના એક સેમ્પલને સ્મિથસોનિયન મ્યૂઝિયમમાં મુકવામાં આવ્યો હતો. જેમાથી બેની 2005 માં 3 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 23 કરોડ રૂપિયા) માં હરાજી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news