તમે વિચારો છો એવું નથી! CNG ભરાવતી વખતે કેમ કારમાંથી નીચે ઉતરવું પડે છે? આશ્ચર્યજનક છે કારણ

CNG Car Tips: જો તમે  CNG ફિલિંગ સ્ટેશન જાવ છો તો સીએનજી ભરાલતી વખતે કારથી ડ્રાઈવર અને પેસેન્જર્સને બહાર નીકળવા માટે કહેવામાં આવે છે અને તેના પાછળનું એક મોટું કારણ છે.

તમે વિચારો છો એવું નથી! CNG ભરાવતી વખતે કેમ કારમાંથી નીચે ઉતરવું પડે છે? આશ્ચર્યજનક છે કારણ

CNG Car Tips: જો તમારી પાસે કોઈ સીએનજી વાહન છે તો તમે જોયું હશે કે જ્યારે તમે સીએનજી ફિલિંગ સ્ટેશન જાવ છો તો તમને કારમાંથી બહાર નીકળવું પડે છે. ત્યારે તમારી કારમાં ગેસ ફિલિંગ કરવામાં આવે છે. સૌથી વધુ લોકોને આ વિશે બરાબર જાણકારી હોતી નથી. જોકે, આવું કરવા પાછળનું કારણ ડ્રાઈવર અને પેસેન્જર્સને સુરક્ષિત રાખવાનું હોય છે. એના સિવાય ઘણા ટેકનિકી અને સુરક્ષા સાથે જોડાયેલા કારણ હોય છે, જેણે જાણવા દરેક સીએનજી કાર માલિક માટે ખુબ જ જરૂરી છે.

સીએનજી ભરાવતી વખતે કારમાંથી કેમ નીકળવું પડે છે કારણ:

1. ગેસ લીકનો ખતરો
સીએનજી એક હાઈ પ્રેશર ગેસ છે. તેણે ભરતા સમયે જો વોલ્વ અથવા તો પાઈપમાં કોઈ ખરાબી થાય તો ગેસ લીક થવાની સંભાવના રહે છે. લીક થયેલો ગેસ કારની અંદર ભરાઈ શકે છે, જેના કારણે દમ ઘૂંટવાથી કે આગ જેવી ઘટનાઓનું કારણ બની શકે છે.

2. સ્ટેટિક ઈલેક્ટ્રિસિટીનો ખતરો
કારની અંદરના ઘર્ષણને કારણે સ્ટેટિક વીજળી ઉત્પન્ન થઈ શકે છે. ગેસ લિકેજના કિસ્સામાં આ નાની સ્પાર્ક આગનું કારણ બની શકે છે. આ ખતરો બહાર રહીને ઘટાડી શકાય છે.

3. આગ અને વિસ્ફોટનો ખતરો
CNG એક જ્વલનશીલ હોય છે. જો ક્યાંય પણ ગેસ લીક થાય અને તેના સંપર્કમાં એક ચિંગારી પણ આવી જાય તો આગ લાગી જાય છે. બહાર રહો તો તમે આ ખતરાથી બચી શકો છો.

4. કટોકટીની સ્થિતિમાં સરળ એક્ઝિટ
જો સીએનજી સમયે કોઈ દુર્ઘટના થાય છે, તો કારની અંદર ફસાયેલા લોકોને જલ્દી બહાર કાઢવા મુશ્કેલ બની જાય છે. પરંતુ બહાર રહો તો કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સુરક્ષિત જગ્યા પર પહોંચી શકો છો.

5. સરકારી નિયમ અને સુરક્ષા દિશાનિર્દેશ
ઘણા દેશો અને રાજ્યોમાં સીએનજી ભરાવતી વખતે તમામ સવારીઓને કારમાંથી બહાર નીકળવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનો પર કર્મચારીઓને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે.

શું થાય છે જો કારની અંદર બેઠા રહીએ તો?
ગેસ લીકની સ્થિતિમાં કારની અંદર ગેસ ભરાવવા લાગશે, જેના કારણે દમ ઘૂંટવાથી તમે બેહોશ થઈ શકો છો. આગ લાગવાની સ્થિતિમાં કારની અંદર ફસાયેલું રહેવું જીવલેણ સાબિત થઈ શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરો તો દંડ અથવા તો પંપ પર ગેસ ભરવાનો ઈન્કાર પણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news