New Vs Old Tax Regime: નવી અને જૂની કર વ્યવસ્થામાં તમારા માટે કઈ બેસ્ટ? જાણો તમારા ફાયદાનો સોદો

Old Vs New Tax Regime દેશમાં દરેક કરદાતાનું કર્તવ્ય છે કે તે સમય પર ટેક્સની ચુકવણી કરે. હવે સરકારે ટેક્સની ચુકવણી કરવા માટે બે વિકલ્પ આપ્યા છે. ઘણા લોકો નવી અને જૂની કર વ્યવસ્થાને લઈને ગુંચવણમાં રહે છે. આ આર્ટિકલમાં તમને જણાવીશું કે તમે કઈ કર વ્યવસ્થામાં વધુ રૂપિયાની બચત કરી શકો છો. 

New Vs Old Tax Regime: નવી અને જૂની કર વ્યવસ્થામાં તમારા માટે કઈ બેસ્ટ? જાણો તમારા ફાયદાનો સોદો

નવી દિલ્હીઃ વર્ષ 2023 સમાપ્ત થવાનું છે. તેવામાં તમે અત્યાર સુધી આવકવેરા રિટર્ન ભર્યું નથી તો તમે 31 ડિસેમ્બર 2023 સુધી પેનલ્ટીની સાથે રિટર્ન ફાઇલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે બજેટ 2023માં સરકારે નવી કર વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવી ટેક્સ રિજીમને લઈને લોકોમાં ઘણું કન્ફ્યુઝન છે, કે અંતે જૂની અને નવી કર વ્યવસ્થામાંથી કઈ પસંદ કરવી જોઈએ.

ટેક્સ કેલકુલેટર
તમે ખુબ સરળ રીતે ટેક્સની ગણતરી કરી શકો છો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કરદાતા માટે ટેક્સ કેલકુલેશન રજૂ કર્યું છે. આ કેલકુલેશનની મદદથી તમે સરળતાથી તે જાણી શકો છો કે તમે કયાં ટેક્સ સ્લેબમાં આવો છે. ટેક્સ કેલકુલેટરની મદદથી તમે બંને ટેક્સ રિજીમમાંથી તમારા માટે કઈ બેસ્ટ તે પસંદ કરી શકો છો. તમને જણાવી દઈએ કે બંને ટેક્સ રિજીમમાં ટેક્સ ડિડક્શન માટે ક્લેમ કરી શકો છો. 

આટલા રૂપિયા કરી શકો છો ક્લેમ
જો તમારો પગાર 10 લાખ રૂપિયા વાર્ષિક છે અને તમે ઘર માટે હોમ લોન લીધી છે, જેના માટે તમે વર્ષે 2 લાખ રૂપિયાનું વ્યાજ આપો છો. તેવામાં તમે બંને ટેક્સ રિજીમમાં ટેક્સ ડિડક્શન માટે ક્લેમ કરી શકો છો. તમે ટેક્સ ડિડક્શન ક્લેમ કરી તમારી આવક 9,50,000 રૂપિયા કરી શકો છો.

જૂની ટેક્સ રિજીમમાં હોમ લોનમાં જે વ્યાજ ચુકવવામાં આવે છે તે પણ ઈનકમમાંથી કપાય જાય છે, એટલે ત્યારબાદ તમારી નેટ ઇનકમ 7 લાખ 50 હજાર રૂપિયા થઈ જશે, જ્યારે નવી કર વ્યવસ્થામાં તે 9,50,000 રૂપિયા હશે. તેના કારણે નવી કર વ્યવસ્થામાં હોમ લોનના વ્યાજ પર કોઈ છૂટ આપવામાં આવતી નથી. 

આટલો આપવો પડશે ટેક્સ
જૂની કર વ્યવસ્થાના આદાર પર તમારે 6 લાખ રૂપિયા પર 33800 રૂપિયાનો ટેક્સ આપવો પડશે. તો નવી કર વ્યવસ્થામાં તમારે 54,600 રૂપિયાનો ટેક્સ આપવો પડશે. તેવામાં તમે જૂની કર વ્યવસ્થાથી 20800 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તમને જણાવી દઈએ કે જૂની કર વ્યવસ્થામાં તમે એચઆરએ (HRA)પણ ક્લેમ કરી શકો છો.

જૂની વ્યવસ્થામાં તમે 3 લાખ રૂપિયા સુધી ડિડક્શન ક્લેમ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news