World Cup 2019: રોહિતે રચ્યો ઈતિહાસ, તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. 

World Cup 2019: રોહિતે રચ્યો ઈતિહાસ, તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

લંડનઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 14મી મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ કાંગારૂ ટીમ વિરુદ્ધ એક કમાલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત પહેલા આ ટીમ વિરુદ્ધ વનડેમાં આ કમાલનો રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો. રોહિતે હવે સચિનને પાછળ છોડી દીછો છે અને આ મામલામાં ટોપ પર આવી ગયો છે. 

કાંગારૂ ટીમ વિરુદ્ધ સૌથી ઝડપી 2000 રન
કાંગારૂ ટીમ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 20 રન બનાવવાની સાથે રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો. વિશ્વની મજબૂત ટીમોમાંથી એક ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતે વનડેમાં પોતાના 2000 રન પૂરા કરી લીધા છે. હવે તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે કાંગારૂ ટીમ વિરુદ્ધ વનડેમાં સૌથી ઝડપી 2000 રન બનાવ્યા છે. રોહિતે આ સિદ્ધિ 37 ઈનિંગમાં મેળવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે હતો. તેણે 40 ઈનિંગમાં 2 હજાર રન પૂરા કર્યાં હતા. સચિને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવિયન રિચર્ડ્સને પાછળ છોડતા આ રેકોર્ડ બનાવ્યો હતો. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી 

રોહિત શર્મા- 37 ઈનિંગ

સચિન તેંડુલકર- 40 ઈનિંગ

વિવિયન રિચર્ડ્સ- 45 ઈનિંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news