ગુજરાતમાં EV પ્લાન્ટ લગાવશે આ કંપની, 2000 કરોડનું રોકાણ કરશે, 3 વર્ષમાં 4100% આપ્યું છે રિટર્ન

Gensol Engineering Share Price: જેનસોલ એન્જિનિયરિંગ ગુજરાતમાં ઈવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા માટે 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં આ જણાવ્યું છે.

ગુજરાતમાં EV પ્લાન્ટ લગાવશે આ કંપની, 2000 કરોડનું રોકાણ કરશે, 3 વર્ષમાં 4100% આપ્યું છે રિટર્ન

Gensol Engineering Share Price: જેનસોલ એન્જિનિયરિંગ ગુજરાતમાં ઈવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા માટે 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં આ જણાવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રોકાણ પ્રોત્સાહન ગતિવિધિના ભાગ રૂપે ગુજરાત સરકાર સાથે આ હેતુસર એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટથી લગભગ 1500 નોકરીઓની તક સર્જાશે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં રોકાણકારોને 145 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. જ્યારે 3 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો તેમાં રોકાણકારોને 4100 ટકા રિટર્ન મળ્યું છે. 

જેનસોલ ગ્રુપના કો ફાઉન્ડર અનમોલ સિંહ જગ્ગીએ  કહ્યું કે 2000 કરોડ રૂપિયાનું રોકાણ રાજ્યના સતત વિકાસ અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ પ્રત્યે પ્રતિબદ્ધતામાં અમારા વિશ્વાસનું પ્રમાણ છે. અમે પરસ્પર રીતે લાભપ્રદ ભાગીદારીની આશા રાખીએ છીએ જે ગુજરાતને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્રાંતિમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે. 

જેનસોલ એન્જિનિયરિંગના શેરમાં મંગળવારે (9 જાન્યુઆરી 2024) 5 ટકાની અપર સર્કિટ લાગી હતી અને આ શેર 843.75 રૂપિયા પર પહોંચી ગયો હતો. આજે આ શેર છેલ્લે મળતી માહિતી મુજબ 873 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. શેરનું 52 અઠવાડિયાનું હાઈ સ્તર 945.85 રૂપિયા અને 52 અઠવાડિયાનું નીચલું સ્તર 265.42 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 3,170.72 રૂપિયા છે. કારોબારના અંતમાં સ્ટોક 4.18 ટકા વધીને 837.20 રૂપિયાના સ્તરે બંધ થયો. 

જેનસોલ એન્જિનિયરિંગના શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. ફક્ત એક વર્ષમાં શેરે 146 ટકાનું રિટર્ન આપ્યું છે અને 2 વર્ષમાં તેણે 1676 ટકાનું રિટર્ન આપ્યું. જ્યારે 3 વર્ષમાં શેરનું રિટર્ન 4100 ટકા રહ્યું. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news