10મું પાસ બેરોજગારો માટે IOCLમાં નોકરીની ઉજ્જવળ તક, 307 જગ્યાઓ ખાલી

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે કરારના આધારે એપરેન્ટિસની 307 ખાલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

10મું પાસ બેરોજગારો માટે IOCLમાં નોકરીની ઉજ્જવળ તક, 307 જગ્યાઓ ખાલી

નવી દિલ્હી: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે કરારના આધારે એપરેન્ટિસની 307 ખાલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. જે ઉમેદવારોએ કોઈ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ કે આઈટીઆઈ, એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું હોય તો તેઓ અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને 2500 રૂપિયા પ્રતિ માસ પગાર મળશે. આ પોસ્ટ ઉમેદવારો સારો અનુભવ મેળવવાની તકો પ્રદાન કરશે. 

પોસ્ટનું નામ- એપ્રેન્ટિસ
કુલ પોસ્ટ- 307
સ્થળ- ભારતમાં દરેક જગ્યાએ
યોગ્યતા- આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા અરજદારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કે આઈટીઆઈ, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા- આ પોસ્ટ માટે ઉંમર મર્યાદા 18થી 24 વર્ષ રાખવામાં આવી છે. 
પસંદગીની પ્રક્રિયા- લેખિત પરિક્ષા બાદ ઈન્ટરવ્યુ
અંતિમ તારીખ- 
અરજી કરવાની છેલ્લી તારીખ- 27-11-2018
કેવી રીતે કરશો અરજી- ઈચ્છુક ઉમેદવાર તમામ દસ્તાવેજો સાથે 27 નવેમ્બર પહેલા IOCLની વેબસાઈટ પર અરજી કરી શકે છે.
IOCL ની અધિકૃત વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news