3 દિવસમાં 1 લાખ રૂ. બની ગયા 1.45 લાખ રૂ.!
આ સમાચાર પછી ઉષા માર્ટિનના સ્ટોક્સમાં ભારે ઉછાળ આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી : તાતા ગ્રૂપ દ્વારા ખરીદી લેવામાં આવશે એવી ચર્ચાના પગલે કોલકાતાની કંપની ઉષા માર્ટિનને ખાસ ફાયદો મળ્યો છે. હાલમાં આવેલા સમાચાર પ્રમાણે તાતા સ્ટીલ આ કંપનીને ખરીદી લેવા માગે છે. આ સમાચાર પછી ઉષા માર્ટિનના સ્ટોક્સમાં ભારે ઉછાળ આવ્યો છે અને શુક્રવારે સ્ટોકમાં 20 ટકા અપર સર્કિટ આવી ગઈ છે. આમ, વીતેલા ત્રણ દિવસમાં કંપનીના ઇન્વેસ્ટર્સની રકમમાં 45 ટકાનો વધારો થઈ ગયો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તાતા સ્ટીલે કોલકાતાની આ કંપની માટે 6 હજાર કરોડ રૂ.ની ઉંચી બોલી લગાવી છે. જોકે, બીએસઈ પાસેથી મળેલા ડેટા પ્રમાણે ઉષા માર્ટિનનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 800 કરોડ રૂ. છે. સ્પેશિયલ સ્ટીલ બનાવતી આ કંપનીનો જમશેદપુરમાં 10 લાખ ટન ક્ષમતાનો પ્લાન્ટ છે. ગ્રૂપ પર દેવું વધી ગયું હોવાના કારણે ઉષા માર્ટિનના પ્રમોટર હવે પોતાનો સ્ટીલનો બિઝનેસ વેચી દેવા માગે છે.
બીએસઇએ કહ્યું છે કે એક્સચેન્જે 8 જૂને ઉષા માર્ટિન પાસે આ મામલે સ્પષ્ટતા માગી હતી પણ હજી સુધી કોઈ જવાબ નથી આ્વ્યો. ઉષા માર્ટિન એક ટોચની ઇન્ટિગ્રેટેડ સ્પેશિયાલિસ્ટ સ્ટીલ કંપની છે અને દેશના મોટા વાયરરોપ મેન્યુફેક્ચરર્સમાંથી એક છે. દુનિયાની અનેક માર્કેટમાં એનો દબદબો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે