ડિસેમ્બરમાં બંધ થશે આ UPI ID, નવો નિયમ જાણીને તમે પણ થઈ જશો હેરાન!

UPI Payment New Rules: UPIનો ઉપયોગ ભારતમાં સૌથી વધારે લોકો કરે છે. સરકાર UPI યુઝર્સની સુરક્ષાને લઈને ચિંતિત છે અને નવા નિયમો લાગુ કરી રહી છે. કેટલાક UPI ID ડિસેમ્બર મહિનામાં બ્લોક થઈ શકે છે જે છેલ્લા એક વર્ષથી ઉપયોગમાં લેવાઈ નથી. આ નિયમ હેઠળ, થર્ડ પાર્ટી એપ્સ 2023 સુધીમાં નિષ્ક્રિય થઈ જશે.

ડિસેમ્બરમાં બંધ થશે આ UPI ID, નવો નિયમ જાણીને તમે પણ થઈ જશો હેરાન!

UPI Payment New Rules: ભારતમાં મોટાભાગના લોકો UPI નો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સરકાર યુઝર્સની સુરક્ષાને લઈને પણ સતત ચિંતિત છે. જો તમે પણ UPI યુઝર છો તો તમારે આજે જ નવા નિયમો વિશે જાણી લેવું જોઈએ. સરકાર ડિસેમ્બર મહિનામાં કેટલાક UPI ID ને બંધ કરવા જઈ રહી છે. જો તમે તેની અવગણના કરશો તો તમારે પણ ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. ઉપરાંત, આ નિયમોને જાણ્યા પછી, તમે તમારું UPI ID સુરક્ષિત રીતે સાચવી શકો છો.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Goole Pay, Paytm, PhonePe સહિતની તમામ પેમેન્ટ એપને UPI આઈડી અને નંબરને નિષ્ક્રિય કરવા કહ્યું છે. પરંતુ આ નિયમ હેઠળ, ફક્ત તે જ UPI ID ને નિષ્ક્રિય કરવામાં આવશે જેનો છેલ્લા એક વર્ષમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. NPCIએ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આમ કરવા કહ્યું છે.

કેવી રીતે બચાવી શકશો-
જો તમે પણ તમારું UPI ID સુરક્ષિત કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલાં તેનો ઉપયોગ કરવો પડશે. આ માટે તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સાથે યુપીઆઈ આઈડી એક્ટિવેટ ગણાશે. જ્યારે તમે UPI ID નો સતત ઉપયોગ કરો છો, તો પછી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આમાં તમારા UPI ID સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

UPI ID કેવી રીતે ચેક કરવી?
UPI ID ચેક કરવા માટે તમારે તમારી પેમેન્ટ એપ પર જવું પડશે. જો તમે Paytm નો ઉપયોગ કરો છો, તો તમને તેની માહિતી તમારી પ્રોફાઇલમાં અહીં મળશે. અહીં તમે ઈચ્છો તો UPI આઈડી એક્ટિવેટ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. Google Pay અને PhonePe સાથે પણ આવું જ છે. જ્યાં તમને તમારા એકાઉન્ટ અને UPI ID વિશે માહિતી મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news