Start Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યું

up left gujarat behind in startups : સ્ટાર્ટઅપમાં મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં ટોચ પર છે, તો બીજા નંબરે કર્ણાટક છે. બધાના આશ્યર્ચ વચ્ચે ઉત્તર પ્રદેશે લાંબી છલાંગ ભરીને ચોથો નંબર હાંસિલ કર્યો છે, જેને કારણે ગુજરાત પાંચમા નંબર પર સરકી ગયું
 

Start Up માં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યું

Start Ups : અત્યાર સુધી દેશમાં સ્ટાર્ટઅપમાં ગુજરાતનો ડંકો વાગતો હતો. પરંતું હવે એક રાજ્યએ સ્ટાર્ટ અપમાં ગુજરાતને પછાડ્યું છે. દેશમાં સ્ટાર્ટ અપ મામલામા ઉત્તર પ્રદેશે ગુજરાતને પાછળ છોડ્યુ છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંર્વધન વિભાગે આપેલી માહિતી અનુસાર, દેશમાં સ્ટાર્ટ અપની સંખ્યા 1,40,803 થઈ છે. તેમાં 25,000 થી વધુ સ્ટાર્ટ અપ તો મહારાષ્ટ્રમાં છે, અને તે સૌથી ટોચ પર છે. બીજા નંબર પર 15,019 સ્ટાર્ટ અપ સાથે કર્ણાટક, ત્રીજા નંબર પર દિલ્હી 14,734 આંકડા સાથે, ચોથા નંબર પર 13299 સાથે ચોથા નંબર પર અને ગુજરાત 11,436 સાથે પાંચમા સ્થાન પર છે.

ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહી છે. દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 1.40 લાખથી વધુ થઈ ગઈ છે. હાલમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ છે. મહારાષ્ટ્ર 25 હજાર (25,044) થી વધુ સ્ટાર્ટઅપ સાથે પ્રથમ સ્થાને છે. કર્ણાટક આ યાદીમાં 15,019 સ્ટાર્ટઅપ સાથે બીજા સ્થાને છે. દિલ્હી ત્રીજા સ્થાને છે, જ્યાં 14,734 સ્ટાર્ટઅપ્સ છે.

સ્ટાર્ટઅપ્સની આ યાદીમાં સૌથી ચોંકાવનારા આંકડા ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કુલ 13,299 સ્ટાર્ટઅપ છે અને યુપી યાદીમાં ચોથા સ્થાને છે. બિઝનેસના મામલામાં મોખરે રહેલું ગુજરાત સ્ટાર્ટઅપના મામલે પણ યુપીથી પાછળ છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 11,436 છે અને આ સાથે ગુજરાત સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ પાંચમા સ્થાને છે. આ માહિતી વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અનુસાર, 30 જૂન સુધી ઈન્ક્યુબેટર્સે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ હેઠળ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 90.52 કરોડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે 2023માં આ આંકડો 186.19 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષે 1025 સ્ટાર્ટઅપ્સની સરખામણીએ આ વર્ષે ઇન્ક્યુબેટર્સે 592 સ્ટાર્ટઅપ પસંદ કર્યા છે.

ONDC એક વર્ષમાં 99 લાખ ટ્રાન્ઝેક્શન કરે છે
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પર 5.7 લાખથી વધુ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ છે. વાસ્તવમાં, ONDC નો ઉદ્દેશ્ય ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક નેટવર્ક્સ પર માલ અને સેવાઓના વ્યવહારોના તમામ પાસાઓ માટે ખુલ્લા નેટવર્કને પ્રોત્સાહન આપવાનો છે. જાન્યુઆરી, 2023માં 1,000 કરતાં ઓછા વ્યવહારો હતા, તે જૂન, 2024માં વધીને 99 લાખથી વધુ વ્યવહારો થઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news