સોમવાર-મંગળવારે તમને મળશે માલદાર થવાની તક, લોન્ચ થવાના છે બે શાનદાર IPO

સોમવાર-મંગળવારે તમને મળશે માલદાર થવાની તક, લોન્ચ થવાના છે બે શાનદાર IPO
  • આ પહેલા આવેલ  IT સર્વિસ પ્રોવાઈડર હેપિએસ્ટ માઈડન્સ ટેકનોલોજીનું IPO ની ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું.
  • આ લિસ્ટીંગ દ્વારા લોકોના રૂપિયા એક જ દિવસમા ડબલ થઈ ગયા હતા.

ઝી મીડિયા/બ્યૂરો :Happiest Minds, Route Mobile ના IPO ને મેળવવા તમે ચૂકી ગયા છો, તો આગામી સપ્તાહમાં ફરીથી નવા 2  IPO માં તમે રૂપિયા લગાવી શકો છો. આગામી સપ્તાહમાં બે કંપનીઓના આઈપીઓ શેર માર્કેટમાં આવવાના છે. તેમાંથી એક છે Angel broking અને બીજો Chemcon Speciality Chemicals નો છે. Chemcon Speciality Chemicals નો IPO 21 સપ્ટેમ્બરના રોજ શેર માર્કેટમાં આવશે. તો એન્જલ બ્રોકિંગનો આઈપીઓ 22 સપ્ટેમ્બરના રોજ આવશે. એટલે કે બે દિવસના ગાળામાં બે નવા આઈપીઓ આવશે. 

Chemcon Speciality Chemicals નો IPO 
તેનો  IPO 21 સપ્ટેમ્બર એટલે કે સોમવારે ખૂલશે. કંપનીએ તેના માટે પ્રાઈઝ બેન્ડ 338 થી 340 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે. કંપનીએ કહ્યુ કે, આ IPO ના અંતર્ગત 165 કરોડ રૂપિયા વેલ્યૂ સુધીના નવા શેર જાહેર કરવામાં આવશે. જ્યારે કે પ્રમોટર્સના 45 લાખ શેરનું વેચાણા પેશકશ માટે રાખવામાં આવશે. કંપનીનો  IPO 23 સપ્ટેમ્બર સુધી બંધ થશે. આ IPO નો લોટ સાઈઝ 44 શેર, એટલે કે 14872 રૂપિયાનો લોટ રહેશે. 

શું કરે છે  Chemcon Speciality Chemicals ?
આ કંપની ફાર્મા કંપનીઓ માટે કેમિકલ્સ બનાવે છે. આ કંપની Hexamethyldisilazane (HMDS) અને Chloromethyl Isopropyl Carbonate (CMIC) બનાવવામાં એક્સપર્ટ છે. કંપની  HMDS બનાવનારી ભારતની એકમાત્ર કંપની અને દુનિયાની ત્રીજી મોટી કંપની છે. કંપનીના પ્રોડક્ટ્સ યુએસ, ઈટલી, સાઉથ કોરિયા, જર્મની, ચીન, જાપાન, યુએઈ, રશિયા અને સ્પેનમાં એક્સપોર્ટ થાય છે. કમલકુમાર રાજેન્દ્ર અગ્રવાલ આ કંપનીના ચેરમેન અને એમડી છે. હાલના સમયમા પ્રમોટર્સ આ કંપનીની 100 ટકા ભાગેદારી ધરાવે છે. કંપનીમાં 7 શેરહોલ્ડર્સ છે. 

આ પણ વાંચો : આ 8 બોલિવુડ હીરોને સ્ત્રી જન્મ મળ્યો હોત તો આવા દેખાયા હોત, દીપિકા પતિને ઓળખવો મુશ્કેલ બનશે 

Angel Broking નો IPO
બ્રોકિંગ ફર્મ એન્જલ બ્રોકિંગનો IPO આગામી દિવસે 22 સપ્ટેમ્બરના રોજ ખૂલશે. IPO ના માધ્યમથી કંપનીનું 600 કરોડનું ફંડ એકઠું કરવાનું અનુમાન છે. આ  IPO ની પ્રાઈસ બેન્ડ 305 થી 306 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPO 24 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. તેમાં 300 કરોડ રૂપિયા નવા શેર રાખવામા આવશે, જ્યારે કે, કંપનીના પ્રમોટર અને અન્ય શેરધારક 300 કરોડ રૂપિયાના શેરના વેચાણનું પેશકશ કરશે. એન્કર ઈન્વેસ્ટમેન્ટ 21 સપ્ટેમ્બરના રોજ બોલી લગાવી શકશે. IPO ના લોટ સાઈઝ 49 શેરનું છે, એટલે કે 14945 રૂપિયા એક લોટ સાઈઝની કિંમત હશે. 

આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, spice jet પ્લેનનું બે વાર લેન્ડિંગ કરવું પડ્યું 

શું કરે છે Angel Broking ?
એન્જલ બ્રોકિંગ એક ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. તે ગ્રાહકોને બ્રોકિંગ એન્ડ એડવાઈઝરી સર્વિસ, માર્જિન ફન્ડિંગ, પોતાની સબસિડરી એએફપીએલના માધ્યમથી લોન્સ અગેઈન્સ્ટ શેર અને ફાઈનાન્શિયલ પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવે છે. એનએસઈ પર એક્ટિવ ગ્રાહકોના મામલામાં એન્જલ બ્રોકિંગ ચોથી સૌથી મોટી બ્રોકર છે. જૂન 2020 સુધી તેનું માર્કેટ શેર 6.3 ટકા હતુંય 

આ પહેલા આવેલ  IT સર્વિસ પ્રોવાઈડર હેપિએસ્ટ માઈડન્સ ટેકનોલોજીનું IPO ની ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું. આ લિસ્ટીંગ દ્વારા લોકોના રૂપિયા એક જ દિવસમા ડબલ થઈ ગયા હતા. હવે રાહ  Route Mobile ના IPO ના લિસ્ટીંગની છે. માર્કેટના એક્સપર્ટસને આશા છે  કે, આ IPO ના માધ્યમથી ઈન્વેસ્ટર્સ સારો નફો કમાવી લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news