TVS ગ્રુપની આ દિગ્ગજ કંપનીનો IPO 10 ઓગસ્ટે ખુલશે, 197 રૂપિયા પ્રાઇઝ, જાણો દરેક વિગત
ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સ (TVS Supply Chain Solutaions IPO) ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 187-197 રૂપિયા છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે એપ્લાય કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીવીએસ ગ્રુપની વધુ એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. આ કંપની ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સ (TVS Supply Chain Solutaions IPO)છે. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ગુરૂવાર 10 ઓગસ્ટ 2023ના ખુલશે અને 14 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સનો પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઇઝ 880 કરોડ રૂપિયાનો છે. આઈપીઓમાં 600 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ ઈશ્યૂ છે.
200 રૂપિયાથી ઓછી છે કિંમત
ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સ (TVS Supply Chain Solutaions IPO)ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 187-197 રૂપિયા છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે એપ્લાય કરી શકે છે. આઈપીઓના 1 લોટમાં 76 શેર છે. કંપનીના આઈપીઓમાં 1 લોટ માટે ઈન્વેસ્ટરોએ 14972 રૂપિયા લગાવવા પડશે. કંપનીના આઈપીઓના શેરનું એલોટમેન્ટ 18 ઓગસ્ટ 2023ના ફાઈનલ થઈ શકે છે. તો ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સના શેર 23 ઓગસ્ટે સ્ટોકમાર્કેટમાં લિસ્ટ થઈ શકે છે. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટ થશે.
શું કામ કરે છે કંપની
ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સ એક ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ કંપની છે. કંપની ભારત, યુરોપ અને અમેરિકામાં ઓટોમોટિવ, કંઝ્યુમર ગુડ્સ, ડિફેન્સ અને યુટિલિટી સેક્ટર્સના કસ્ટમર્સને સપ્લાય ચેન મેનેજમેન્ટ સહિત સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. કંપની ટીવીએસ મોબિલિટી ગ્રુપનો ભાગ છે. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 46.65 ટકા છે, જે ઘટીને 41.6 ટકા રહી જશે.
ઈશ્યૂ માટે બુક-રનિંગ લીડ મેનેજર
માર્ચ 2023ના સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં કંપનીએ 10235 કરોડ રૂપિયાનું રેવેન્યૂ અને 41.76 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. જેએમ ફાઈનાન્શિયલ, એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન ઈન્ડિયા, બીએનપી પારિબા, એડલવાઇસ ફાઈનાન્શિયલ સર્વિસ અને ઇક્વિરસ કેપિટલ આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે