1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ આ સપ્તાહે
ટીવીએસ હોલ્ડિંગ્સ લિમિટેડના ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. કંપની 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. એટલે કે કંપની આગામી સપ્તાહે એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.
Trending Photos
Dividend Stock: શેર બજારમાં આ સપ્તાહે ઘણી કંપનીઓ એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કરશે. આ કંપનીઓના લિસ્ટમાં ટીવીએસ હોલ્ડિંગ્સ લિમિટેડ (TVS Holdings Ltd)પણ સામેલ છે. કંપનીએ યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે બજારમાં કંપનીનું પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં શાનદાર રહ્યું છે. આવો ડિવિડેન્ડ માટે વિગતવાર જાણીએ.
ક્યારે છે રેકોર્ડ ડેટ?
21 માર્ચે કંપનીની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં નક્કી થયું કે 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 1880 ટકાનું ડિવિડેન્ડ આપવામાં આવશે. એટલે કે કંપની યોગ્ય ઈન્વેસ્ટરોને 1 શેર પર 94 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. કંપનીએ તે માટે રેકોર્ડ ડેટ 2 એપ્રિલ નક્કી કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરોનું નામ આ દિવસે કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે.
બોનસ શેર આપી ચૂકી છે કંપની
ચાલૂ નાણાકીય વર્ષમાં કંપની પ્રથમવાર ડિવિડેન્ડ આપી રહી છે. આ પહેલા કંપની 2 ફેબ્રુઆરી 2023માં એક્સ-ડિવિડેન્ડ ટ્રેટ કર્યો હતો. ત્યારે કંપનીએ એક શેર પર 59 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. નોંધનીય છે કે વર્ષ 2009માં કંપનીએ બોનસ શેર પણ આપ્યો છે. ત્યારે કંપનીએ યોગ્ય ઈન્વેસ્ટરોને 1 શેર પર 1 શેર બોનસ આપ્યો હતો.
શેર બજારમાં છેલ્લા છ મહિનામાં કેવું રહ્યું છે કંપનીનું પ્રદર્શન
શુક્રવારે કંપનીના શેરનો ભાવ 0.64 ટકાની તેજીની સાથે 8159.50 રૂપિયા પર હતો. છેલ્લા છ મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 50 ટકાની તેજી જોવા મળી છે. તો છેલ્લા એક વર્ષમાં કંપનીએ 120 ટકાનું રિટર્ન આપ્યું છે. પરંતુ ટીવીએસ હોલ્ડિંગ્સ લિમિટેડના શેરના ભાવમાં છેલ્લા એક મહિનામાં 10 ટકાનો ઘટાડો થયો છે.
કંપનીનો 52 વીક હાઈ 9685 રૂપિયા અને 52 વીક લો 3063.64 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 16508.37 કરોડ રૂપિયા છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે