ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે વિશ્વની સૌથી શક્તિશાળી બાઇક, કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર


ટ્રાયમ્ફની આ મોટરસાઇકલ Rocket 3 GTમા  2,458-cc નું ટ્રિપલ સિલિન્ડર એન્જીન આપવામાં આવશે. 

 ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે વિશ્વની સૌથી શક્તિશાળી બાઇક, કિંમતમાં આવી જશે  4 Wagon-R કાર

નવી દિલ્હીઃ ટ્રાયમ્ફ મોટરસાઇકલ ભારતમાં પોતાની સૌથી મોંઘી બાઇક લોન્ચ કરવા માટે તૈયાર છે. આ બાઇકનું નામ Triumph rocket 3GT હશે. જેને કંપની 10 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરશે. મહત્વનું છે કે કંપનીએ આ બાઇકની લોન્ચિંગને લઈને સોશિયલ મીડિયામાં હાલ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેની લોન્ચિંગની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો છે. આવો વિસ્તારથી નજર કરીએ આ બાઇકની મહત્વની જાણકારી પર.

ટ્રાયમ્ફની આ મોટરસાઇકલ Rocket 3 GTમા  2,458-cc નું ટ્રિપલ સિલિન્ડર એન્જીન આપવામાં આવશે. તેનો ઉપયોગ કંપની હાલનો મોડલોમાં કરી રહી છે. આ એન્જીન  167PSની પાવર અને 221Nmનો વધુ ટોર્ક પેદા કરવામાં સક્ષમ છે. આ સાથે બાઇક ન માત્ર ભારતની પરંતુ વિશ્વની સૌથી શક્તિશાળી બાઇકમાંથી એક હશે. અહીં ધ્યાન આપવાની વાત છે કે ટ્રાયમ્ફ બાઇકના શોખીનોને આકર્ષવા માટે કંપની પોતાના પોર્ટફોલિયોમાં રોકેટ 3 મોડલની જીટી વર્ઝનને જોડવા ઈચ્છે છે. જો ત્રણ સિલિન્ડર અને ટ્વિન એગ્ઝોસ્ટની સાથે ચોક્કસપણે સ્પોર્ટ્સ બાઇકમાં એક અનોખી ઓળખ બનાવશે. 

— TriumphIndiaOfficial (@IndiaTriumph) September 5, 2020

ડિઝાઇનની વાત કરીએ તો રોકેટ 3નું નવું જીટી વર્ઝન Rocket 3R  બાઇકથી ખુબ અલગ હશે. મહત્વનું છે કે રોકેટ 3 આર ભારતમાં પહેલાથી વેચાણ માટે ઉપલબ્ધ છે. તો જીટી મોડલમાં એડઝેસ્ટેબલ સ્વેપ્ટ-બેક હેન્ડલ અને ફોરવર્ડ-સેટ ફુટપેગ આપવામાં આવશે. તેમાં આરામદાયક સીટો અને વિન્ડસ્ક્રીનની સાથે ABS અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સુવિધાઓને પણ જોડવામાં આવી છે. અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે આ પાવરફુલ બાઇકમાં બ્રેકિંગ માટે Brembo M4.30 સ્ટાઇલમા 4-પિસ્ટન રેડિયલ કેલિપર આપવામાં આવ્યું છે. આ સાથે બાઇક ચાર રાઇડિંગ મોડ અને ક્રૂઝ કંટ્રોલ વિકલ્પની સાથે લોન્ચ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news