આ IT કંપની સારૂ પ્રદર્શન કરનાર કર્મચારીઓને ગિફ્ટમાં આપશે Mercedes-Benz

આ પહેલા વર્ષ 2013માં સારૂ પ્રદર્શન કરનાર કર્મચારીઓને કંપનીએ 50 મર્સિડિઝ બેન્ઝ કાર આપી હતી. પરંતુ બાદમાં આ પરંપરાને બંધ કરી દેવામાં આવી હતી. 
 

આ IT કંપની સારૂ પ્રદર્શન કરનાર કર્મચારીઓને ગિફ્ટમાં આપશે Mercedes-Benz

નવી દિલ્હીઃ ટેક્નોલોજી સેક્ટરમાં આ સમયે આઈટી કંપનીઓ કર્મચારીઓ પર પૈસાનો વરસાદ કરી રહી છે. તમામ આઈટી કંપનીઓ આ સમયમાં પોતાના ટેલેન્ટ પૂલને બચાવવા માટે કર્મચારીઓને આકર્ષવા માટે તમામ ઉપાયો કરી રહી છે. 

વધતો એટ્રીશન રેટ કંપનીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. તેવામાં કંપનીની સાથે પ્રતિભાશાળી કર્મચારીઓને જાળવી રાખવા માટે અલગ અલગ ઓફર આપવામાં આવી રહી છે. 

આ કડીમાં દેશની ટોપ આઈટી કંપની HCL ટેકે જાહેરાત કરી છે કે તે સારૂ પ્રદર્શન કરનાર પોતાના કર્મચારીઓને મર્સિડિઝ બેન્ઝ (Mercedes-Benz) ભેટમાં આપશે. 

એક અહેવાલ પ્રમાણે કંપનીના એચઆર હેડ અપ્પાવારે કહ્યુ કે, આ પ્રસ્તાવ મંજૂરી માટે બોર્ડ પાસે મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલા વર્ષ 2013માં સારૂ પ્રદર્શન કરનાર કર્મચારીઓને કંપનીએ 50 મર્સિડિઝ બેન્ઝ કાર આપી હતી. પરંતુ બાદમાં આ પરંપરાને બંધ કરી દેવામાં આવી હતી. 

તેમણે કહ્યું કે, હંમેશા Replacement hiring ની કોસ્ટ 15-20 ટકા હોય છે. તેથી અમે અમારા કર્મચારીઓની સ્કિલને આગળ વધારવા પર ફોકસ કરી રહ્યાં છીએ. જો તમે કોઈ જૂના કર્મચારીના સ્થાને કોઈ નવો જાવા ડેવલોપર નિયુક્ત કરવા ઈચ્છો છો તો તે તમારા જૂના પગાર પર મળી જશે. જો તમે કોઈ ક્લાઉડ પ્રોફેશનલની નિમણૂક કરવા ઈચ્છો છો તો ખર્ચ વધી જાય છે. 

આ વચ્ચે નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતા કંપનીએ કહ્યું કે, આ વર્ષે 20,00-25,000 ફ્રેશર્સની ભરતી કરશે જે પાછલા વર્ષના મુકાબલે 50 ટકા વધુ છે. આ સાથે કંપની એટ્રીશનને રોકવા માટે પગારમાં પણ વધારો કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news