આ છે Maruti Swift નું સૌથી સસ્તું મોડલ, જાણો શું છે ઈન્ટિરિયરથી લઈને એક્સટીરિયર સુધી ખાસ?

Maruti Swift: મારુતિ સુઝુકી સ્વિફ્ટ ભારતીયોની ફેવરિટ કારમાંથી એક છે, તેનો ક્રેઝ ખૂબ જ વધારે છે અને તેની મજબૂત માઈલેજને કારણે તેને ઘણી પસંદ પણ કરવામાં આવે છે.

આ છે Maruti Swift નું સૌથી સસ્તું મોડલ, જાણો શું છે ઈન્ટિરિયરથી લઈને એક્સટીરિયર સુધી ખાસ?

Maruti Swift Price: ટૂંક સમયમાં જ જાપાનની કાર નિર્માતા કંપની ચોથી પેઢીની સ્વિફ્ટ લોન્ચ કરી શકે છે. વાસ્તવમાં, સુઝુકીએ આ હેચબેકને ટોક્યોમાં આયોજિત 2023 જાપાન મોબિલિટી શો દરમિયાન શો-કેસ કરી હતી. માહિતી અનુસાર, તેઓ ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં આ કારને લોન્ચ કરી શકે છે. જો કે, આ સમાચાર વાંચ્યા પછી જો તમે હાલના મોર્ડલની સ્વિફ્ટ ખરીદવા માંગો છો અને આગામી વર્ષ સુધી રાહ જોવા માંગતા નથી, તો આજે અમે તમને તેના બેઝ મોડલની કિંમત અને તેના ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બજેટમાં આરામથી ફિટ થશે.

કઈ છે મારૂતિ સુઝુકી સ્વિફ્ટનું બેસ મોડલ
જો આપણે સ્વિફ્ટના બેઝ મોડલ વિશે વાત કરીએ તો તેનું નામ Swift LXI 1.2L 5MT છે. જો દિલ્હીમાં આ મોડલની કિંમત વિશે વાત કરીએ તો તે દિલ્હીમાં 5,99,450 રૂપિયા છે. જો કે, ઓન રોડ તેની કિંમતમાં થોડો વધારો થઈ શકે છે. પરંતુ જો તમારું બજેટ ઓછું છે તો તમે પણ આ મોડલ ટ્રાય કરી શકો છો.

શું છે ખાસિયત
સ્વિફ્ટમાં ઘણા આધુનિક ફીચર્સ પણ છે, જેમાં એન્ડ્રોઈંડ ઓટો, એપલ કારપ્લે, ક્રૂઝ કંટ્રોલ, 4.2 ઈંચ કલર ડ્રાઈવર ડિસ્પ્લે, 7.0 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટો એસી અને હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, એલઈડી ડીઆરએલની સાથે એલઈડી હેડલેંપ જેવા ફીચરનો સમાવેશ થાય છે.

ફીચર
પેસેન્જર સેફ્ટી માટે તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઈએસસી), હિલ હોલ્ડ કંટ્રોલ, ડ્યૂલ ફ્રન્ટ એયરબેગ, ઈબીડીની સાથે એબીએસ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર પણ છે.

પાવરટ્રેન ઓપ્શન
તેમાં 1.2 લીટર ડ્યૂલજેટ પેટ્રોલ એન્જિન છે, જે 90 પીએસ અને 113 એનએમ જનરેટ કરે છે. તેમાં એન્જિનની સાથે આઈડલ સ્ટાર્ટ સ્ટોપ ફીચર આપવામાં આવ્યું છે. તેમાં 5 સ્પીડ મેનુઅલ અને એએમટી ગિયરબોક્સ ઓપ્શન છે. એન્જિનની સાથે સીએનજીનું ઓપ્શન પણ છે, જેનો પાવર આઉટપુટ 77.5 પીએસ/98.5 એનએમ છે. તેમાં બે ટ્રિમ બીએક્સઆઈ અને જેડએક્સઆઈમાં સીએનજી કિટ ઓપ્શન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news