Crude Oil: કાચા તેલની કિંમતોમાં થશે ઘટાડો! ભારત બાદ અમેરિકાએ કરી મોટી જાહેરાત

ભારત તેના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાંથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ છોડવા માટે સંમત થયું છે, પરંતુ ઉત્પાદન દેશો દ્વારા તેલના પુરવઠાને કૃત્રિમ રીતે માંગના સ્તરથી નીચે લાવવાના પ્રયાસો પર પણ ચિંતા વ્યક્ત કરી છે.

Crude Oil: કાચા તેલની કિંમતોમાં થશે ઘટાડો! ભારત બાદ અમેરિકાએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ ભારત તરફથી પોતાના રણનીતિક તેલ ભંડારથી (Strategic oil reserve) 50 લાખ બેરલ તેલ કાઢવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમેરિકાએ આવી જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ નિર્ણય લીધો છે કે તે પોતાના રણનીતિક તેલ ભંડારમાંથી 5 કરોડ બેરલ તેલ કાઢશે. આમ ચીન, જાપાન, ભારત અને દક્ષિણ કોરિયાની સાથે તાલમેલ સ્થાપિત કરી લેવામાં આવશે. અમેરિકાએ આ નિર્ણય તેલની કિંમતો નીચે લાવવા માટે કર્યો છે. 

મહત્વનું છે કે ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, રણનીતિક ભંડારથી કાઢવામાં આવી રહેલા કાચા તેલને મંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) ને વેચવામાં આવશે. ભારતે પણ કાચા તેલની કિંમતોમાં ઘટાડો લાવવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓ સાથે તાલમેલ બેસાડી પોતાના રણનીતિક તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના બનાવી છે. આ અધિકારીએ કહ્યું કે, તેના વિશે ઔપચારિક જાહેરાત જલદી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 7-10 દિવસમાં તેલ કાઢવાની આ પ્રક્રિયા શરૂ થઈ જશે. 

અમેરિકા બે ભાગમાં કાઢશે તેલ
યુએસ દ્વારા પણ જાહેરાત એ કિંમતોને નિયંત્રિત કરવા માટે વિશ્વના સૌથી મોટા તેલ ગ્રાહક દ્વારા અભૂતપૂર્વ, સંકલિત પ્રયાસ છે. વ્હાઇટ હાઉસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 50 મિલિયન બેરલમાંથી 32 મિલિયન આગામી કેટલાક મહિનામાં એક્સચેન્જ તરીકે યુએસ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી મુક્ત કરવામાં આવશે. તે જ સમયે, 18 મિલિયન બેરલ ઓઇલ પહેલાથી જ અધિકૃત વેચાણમાંથી ઝડપી રિલીઝ તરીકે બહાર પાડવામાં આવશે.

જરૂર પડવા પર અન્ય પગલા ભરવામાં આવશે
બાઇડેન પ્રશાસન (Joe Biden Administration) ના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે, તેલ કાઢવાની શરૂઆત ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધી શરૂ થઈ શકે છે. તંત્ર જરૂર પડવા પર અન્ય પગલા ભરવા તૈયાર છે. ન્યૂયોર્કમાં સવારે 7.19 કલાક સુધી જાન્યુઆરી ડિલીવરી માટે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડની કિંમત 1.5% ઘટી 75.61 ડોલર પ્રતિ બેરલ રહી ગઈ છે. 

ભારત સિવાય International Energy Agency (IEA) ના 29 સભ્ય દેશો પાસે સ્ટ્રેટેજિક તેલ ભંડાર છે. તેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. આ દેશ 90 દિવસના નેટ ઓયલ ઇમ્પોર્ટની બરાબર ઇમરજન્સી રિઝર્વ રાખી શકે છે. ચીન અને અમેરિકા બાદ જાપાન પાસે સૌથી મોટો ઇમરજન્સી તેલ ભંડાર છે. ચીન આઈઈએનું એસોસિએશટ મેમ્બર છે અને દુનિયાનું બીજુ સૌથી મોટું તેલ ઉપભોક્તા છે. અમેરિકાની સાથે-સાથે ચીન પણ ઇમરજન્સી ઓયલ રિઝર્વને જારી કરવા પર વિચાર કરી રહ્યું છે. જો આ દેશ પોતાના રણનીતિક તેલ ભંડારને રિલીઝ કરે છે તો તેનાથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કમી આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news