દેશની 'આ' મોટી ટેલિકોમ કંપની બંધ, કર્મચારીઓની હાલત એકદમ કફોડી

દેશમાં રિલાયન્સ જિયોની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી બાદ અનેક કંપનીઓએ પ્રાઈસ વોરનો ભોગ બનવું પડ્યું છે.

દેશની 'આ' મોટી ટેલિકોમ કંપની બંધ, કર્મચારીઓની હાલત એકદમ કફોડી

નવી દિલ્હી: દેશમાં રિલાયન્સ જિયોની ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી બાદ અનેક કંપનીઓએ પ્રાઈસ વોરનો ભોગ બનવું પડ્યું છે. તેમાંની એક કંપની છે એરસેલ. આ ટેલિકોમ કંપનીનું ભારતમાં સારું માર્કેટ હતું. પરંતુ આજે તે બંધ થઈ ગઈ છે. તેના યૂઝર્સ બીજી કંપનીઓમાં કન્વર્ટ કરી દેવાયા છે. પરંતુ કંપની બંધ થવાનો સૌથી વધુ માર કંપનીના કર્મચારીઓને પડ્યો છે. કંપનીના કર્મચારીઓ પાસે ગુજરાન ચલાવવા માટે પણ રૂપિયા નથી. મોટા ભાગના કર્મચારીઓને માર્ચથી પગાર મળ્યો નથી. સ્થિતિ એવી છે કે કર્મચારીઓએ શહેર છોડવાની નોબત આવી ગઈ છે.

કર્મચારીઓ પાસે ગુજરાન ચલાવવા માટે પૈસા નથી
ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ નાદાર જાહેર થયેલી એરસેલના 3000 કર્મચારીઓ એવા છે કે જેમને માર્ચથી સેલેરી મળી નથી. તેમની પાસે કોઈ બીજુ કામ નથી. જો કે કર્મચારીઓ એક બીજા સાથે સમય પસાર કરે છે. બીજી કંપનીઓમાં ઈન્ટરવ્યું માટે એક બીજાની મદદ કરે છે. કંપનીના અંતરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) પાસેથી મળેલી માહિતી પણ તેઓ પરસ્પર શેર કરે છે. એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેમની પાસે હવે ફક્ત બે મહિના ખર્ચ ચાલે તેટલા જ રૂપિયા છે.

25% ઓછા પગાર પર કામ કરવા માટે મજબુર
એરસેલમાં કામ કરનારા કર્મચારીઓની હાલત એવી છે કે તેઓ હાલની સેલેરી કરતા 25 ટકા ઓછા પગારે કામ કરવા માટે તૈયાર છે. એક કર્મચારી જણાવે છે કે તેમના ઉપર 3 બાળકોની જવાબદારી છે. જો જલદી નોકરી ન મળી તો તેઓ પોતાના હોમ ટાઉન પાછા ફરશે. હકીકતમાં કમાણી વગર આ શહેરમાં રહેવું શક્ય જ નથી. ટેલિકોમ કંપનીના 3000 કર્મચારીઓ એવા છે જેમને 12 માર્ચ બાદ પગાર મળ્યો નથી. આ લોકો રોજ ઓફિસે આવે છે. સહયોગીઓ સાથે બીજી કંપનીના ઈન્ટરવ્યુ વિશે ચર્ચા કરે છે. પરંતુ હજુ સુધી મજબુર છે.

મોટા ભાગની ઓફિસો બંધ છે
એરસેલે માર્ચમાં નાદાર થવાની અરજી એનસીએલટીમાં આપી હતી. ત્યારબાદ માર્ચના અંતમાં કંપનીએ પોતાની નાદાર જાહેર કરીને કામકાજ બંધ કરી દીધુ. એરસેલમાં દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ રીજનના એચઆર હેડ વિવેકકુમારના જણાવ્યાં મુજબ હાલ તમામ સર્કલમાં કામ બંધ છે. અનેક ઓફિસો બંધ કરી દેવાઈ છે. એરસેલના કર્મચારીઓની હાલત ખુબ કફોડી છે. અજ્ઞે જણાવવાનું કે એરસેલ પર 50,000 કરોડનું દેવું છે.

સેલરી પર એરસેલની સ્પષ્ટતા
કર્મચારીઓના પગાર અંગે એરસેલે કહ્યું કે પેરોલ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની કમીના કારણએ વાર લાગી રહી છે. કર્મચારીઓને 16 મેના રોજ એક પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે પેરોલ સ્ટાફની કમી છે, હાયરિંગની કોશિશો ચાલુ છે. આથી પગાર મળવામાં વાર લાગી શકે છે. સેલરીની આશામાં ટેલિકોમ કંપનીના કેટલાક કર્મચારીઓ હજુ કંપનીમાં રોકાયેલા છે. કર્મચારીઓની માગણી છે કે તેમને ઓછામાં ઓછુ ફૂડ કુપન મળવી જોઈએ જેથી કરીને તેઓ ખાણીપીણીનો સામાન ખરીદી શકે. ફૂડ કુપન પણ તેમની સેલરીનો જ ભાગ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news