TCS: આ કંપની છટણીમાં નથી માનતી, કહ્યું- આ વખતે પણ હંમેશાની જેમ કર્મચારીઓનો પગાર વધશે
આઈટી અને ટેક સેક્ટરની અનેક મોટી ગ્લોબલ અને ઘરેલુ કંપનીઓ એક બાજુ જ્યાં છટણી (Layoffs) કરી રહી છે. ત્યાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS) એ આવું કોઈ જ પગલું નહીં ભરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત TCS એ એમ પણ કહ્યું કે તેઓ પોતાના કર્મચારીઓના પગારમાં આ વર્ષે પણ વધારો કરશે.
Trending Photos
આઈટી અને ટેક સેક્ટરની અનેક મોટી ગ્લોબલ અને ઘરેલુ કંપનીઓ એક બાજુ જ્યાં છટણી (Layoffs) કરી રહી છે. ત્યાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS) એ આવું કોઈ જ પગલું નહીં ભરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત TCS એ એમ પણ કહ્યું કે તેઓ પોતાના કર્મચારીઓના પગારમાં આ વર્ષે પણ વધારો કરશે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર મિલિન્દ લક્કડે કહ્યું કે આ વધારો ગત વર્ષે થયેલા ઈન્ક્રિમેન્ટ જેટલો જ હશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા મિલિન્દ લક્કડે કહ્યું કે TCS માં લગભગ 6 લાખ કર્મચારીઓ છે અને કંપનીનો છટણી કરવાનો કોઈ જ ઈરાદો નથી. તેમણે કહ્યું કે ટીસીએસમાં અમે પ્રતિભાઓને લાંબી કરિયર માટે તૈયાર કરીએ છીએ. લક્કડે કહ્યું કે અમે આવું (છટણી) કરતા નથી. અમે કંપનીમાં પ્રતિભાઓને નિખારવામાં વિશ્વાસ કરીએ છીએ. (કોઈ છટણી થશે નહીં)
તેમણે કહ્યું કે અનેક કંપનીઓએ આ પ્રકારના પગલાં એટલા માટે ઉઠાવવા પડી રહ્યા છે કારણ કે તે લોકોને જેટલી જરૂર હતી તેનાથી વધુ લોકોને કામ પર રાખ્યા હતા. જો કે અમે તો આ મામલે હંમેશા સતર્ક રહ્યા છીએ. ટીસીએસ સાથે જ્યારે કોઈ કર્મચારી જોડાય છે ત્યારે તે કંપનીની જવાબદારી હોય છે કે તે તેને પ્રોડક્ટિવ બનાવે.
લક્કડે કહ્યુંકે અનેકવાર એવી સ્થિતિ આવી જાય છે કે જ્યારે કર્મચારી પાસે હાલની ક્ષમતા અમારી જરૂરિયાત કરતા ઓછી હોય છે. આવી સ્થિતિમાં અમે કર્મચારીઓને સમય આપીએ છીએ અને ટ્રેનિંગ આપીએ છીએ. TCS ના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસરે એમ પણ કહ્યું કે કંપનીના ઈરાદા અન્ય સ્ટાર્ટઅપમાં નોકરી ગુમાવી ચૂકેલા કર્મચારીઓને હાયર કરવાનો પણ છે. અત્રે જણાવવાું કે ગત એક વર્ષમાં TCS એ લગભગ 2 લાખ કર્મચારીઓને હાયર કર્યા છે. જેમાંથી 1.19 લાખ ટ્રેઈની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે