Tata Tech IPO: તમને ન મળ્યા ટાટાના શેર? ચિંતા ન કરો..ટાટા ગ્રુપના આ સ્ટોક્સ પર લગાવો દાવ, મળે છે બંપર રિટર્ન
19 વર્ષ બાદ આવેલા ટાટા ગ્રુપના પબ્લિક ઈશ્યુમાં અનેક રોકાણકારોને શેર મળ્યા નહીં. પરંતુ ટાટા ગ્રુપ સ્ટોકમાં રોકાણ કરવા માટે અન્ય શેર પણ છે, જે બંપર રિટર્ન આપે છે.
Trending Photos
Tata Group News: શેર બજારમાં ટાટા ટેક આઈપીઓની ધમાકેદાર લિસ્ટિંગ થઈ છે. શેર 500 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીમાં 1200 રૂપિયાના ભાવ પર લિસ્ટથયો. એટલે કે રોકાણકારોને દરેક શેર પર 140 ટકાનું તગડું લિસ્ટિંગ પ્રોફિટ થયો. લિસ્ટિંગ બાદ પણ શેરમાં જોરદાર તેજી છે જે લિસ્ટિંગ ભાવથી લગભગ 9 ટકાની તેજી 1300 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. બંપર લિસ્ટિંગ પહેલા IPO ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. IPO લગભગ 7 ગણો ભરાઈને બંધ થયો. જો કે 19 વર્ષ બાદ આવેલા ટાટા ગ્રુપના પબ્લિક ઈશ્યુમાં અનેક રોકાણકારોને શેર મળ્યા નહીં. પરંતુ ટાટા ગ્રુપ સ્ટોકમાં રોકાણ કરવા માટે અન્ય શેર પણ છે જે બંપર રિટર્ન આપે છે.
Tata Group ગ્રુપ ના શેર
શેર 29 નવેમ્બરના ભાવ (રૂપિયામાં)
Titan Company 3427.25
Tata Elxsi 8387.70
Trent 2677.30
Voltas 820.15
Rallis India 232.55
TCS 3513.10
Tata Investment 4092.65
Tata Consumer 933.30
NELCO 754.50
Tata Communication 1712.35
Tata Chemicals 972.30
Indian Hotels 420.50
Tata Power 273.30
Tata Metaliks 981.35
Tata Motors 712.15
Automotive Stampings 423.35
Tata Teleservices 93.45
Tata Steel 127.70
19 વર્ષ બાદ આવ્યો ટાટા ગ્રુપનો આઈપીઓ
વર્ષ 2004માં TCS IPO બાદ આ વર્ષે એટલે કે 2023માં ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આવ્યો. જેને રોકાણકારોએ હાથોહાથ લીધો. 19 વર્ષમાં ટાટા ગ્રુપના અન્ય શેરોના પ્રદર્શન પર નજર ફેરવીએ તો ગ્રુપના 18 શેરોએ દર વર્ષે તગડી કમાણી કરાવી છે. તેમાં ટાઈટન કંપનીના શેર સૌથી આગળ છે. જેનો 19 વર્ષનો CAGR લગભગ 40 ટકા છે. એટલે કે દર વર્ષે સરેરાશ 40 ટકા રિટર્ન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે