Farming: 15,000ના ખર્ચે કરો તુલસીનો આ બિઝનેસ અને મેળવો 3 લાખ રૂપિયા સુધીની આવક

Tulsi Farming: આ વસ્તુની ખેતી ફાયદાકારક એટલા માટે પણ છે કે તેને શરૂ કરવા માટે લાખોનું રોકાણ કરવું પડતું નથી. તમે 15.000 થી 20,000 નું રોકાણ કરીને ખેતી શરૂ કરી શકો છો અને ગણતરીના મહિનામાં પાક આવવા લાગે છે અને લાખોમાં કમાણી પણ શરુ થઈ જાય છે.

Farming: 15,000ના ખર્ચે કરો તુલસીનો આ બિઝનેસ અને મેળવો 3 લાખ રૂપિયા સુધીની આવક

Tulsi Farming: તુલસીનો છોડ તમને લખપતિ બનાવી શકે છે. લખપતિ બનવાનું સપનું પૂરું થશે તુલસી ની ખેતી કરીને. તુલસી ની ખેતી કરીને કોઈપણ વ્યક્તિ ઓછા ખર્ચે વધારે નફો મેળવી શકે છે. તુલસીની ખેતી ફાયદાકારક એટલા માટે પણ છે કે તેને શરૂ કરવા માટે લાખોનું રોકાણ કરવું પડતું નથી. તમે 15.000 થી 20,000 નું રોકાણ કરીને તુલસીની ખેતી શરૂ કરી શકો છો અને લાખોમાં કમાણી કરી શકો છો. 

વર્તમાન સમયમાં આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે તુલસીની માંગ પણ વધી રહી છે. તુલસીનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે. વર્તમાન સમયમાં તુલસીની ખેતી વધી રહી છે અને લોકો તેનાથી નફો પણ કમાઈ રહ્યા છે. તુલસી ઔષધીય છોડ છે જેના કારણે તેની ખેતીનો બિઝનેસ ફાયદાકારક સાબિત થાય છે. 

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે વધારે ખર્ચો કરવાની પણ જરૂર નહીં પડે. તેના માટે એ પણ જરૂરી નથી કે તમારી પાસે મોટું ખેતર હોય. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વડે પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસ માત્ર 15000ના ખર્ચે પણ શરૂ થઈ શકે છે. તુલસી બરાબર ઉગી જાય પછી ત્રણ મહિનાની અંદર જ તુલસીના પાકનું વેચાણ 3 લાખ રૂપિયા સુધીમાં થાય છે. 

આયુર્વેદિક દવાઓ બનાવતી કંપની જેમ કે ડાબર, વૈધનાથ, પતંજલિ પણ તુલસીની ખેતી કોન્ટ્રાક્ટ પર કરાવે છે. દેશના ઘણા ખેડૂતો પણ તુલસીની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અડધા વીઘા ની જમીનમાં પણ તુલસીની ખેતીની શરૂઆત કરવામાં આવે તો સારો એવો નફો કમાઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news