ટાટા બનાવશે iPhone 15, એપલ સાથે ડીલ ફાઈનલ! ભારતીયોને મળશે આ ફાયદા
એપલ અને ટાટા વચ્ચે થનારી ડીલ લગભગ અંતિમ તબક્કામાં છે. પરંતુ જો બંને વચ્ચે ડીલ થાય તો, સામાન્ય ભારતીયોને શું ફાયદો થશે?
Trending Photos
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની એપલની સાથે ભાગીદારી થવા જઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે ટાટા ગ્રુપની આ ડીલ ફાઈનલ થવાની છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ડીલને ઓગસ્ટ 2023 સુધી મંજૂરી મળી શકે છે. જો આ ડીલ થઈ જાય છે તો એપલ પ્રથમ એવી કંપની હશે, જેને આઈફોન બનાવવાની ડીલ મળી રહી છે.
ટાટા બનાવશે iPhone 15
ટાટા સમૂહને વિસ્ટ્રોન ફેક્ટરીના અધિગ્રહણની લીડને મંજૂરી મળી શકે છે, જે કર્ણાટકના સાઉથઈસ્ટમાં હાજર છે. તેની વેલ્યૂએશન આશરે 600 મિલિયન ડોલરની છે. નોંધનીય છે કે આ ડીલને લઈને આશરે એક વર્ષથી વાતચીત ચાલી રહી છે. આ ફેક્ટરીને આઈફોન 14 મોડલના મેન્યુફેક્ચરિંગ માટે ઓળખવામાં આવે છે. આ ફેક્ટરીમાં આશરે 10 હજારથી વધુ લોકો કામ કરે છે. રિપોર્ટ પ્રમાણે માર્ચ 2024 સુધી વિસ્ટ્રોન આ ફેક્ટરીથી આશરે 1.8 બિલિયન ડોલરના એપલ ફોન બનાવશે. ટાટા આ ફેક્ટરીમાં iPhone 15નું નિર્માણ કરશે.
શું થશે ફાયદો?
ટાટાએ વાયદો કર્યો છે કે જો ડીલ ફાઈનલ થઈ જાય તો તે આગામી વર્ષ સુધી ફેક્ટરીમાં વર્કફોસને ત્રણ ગણો કરશે. તેવામાં મોટા પાયે રોજગારીની તક ઉભી થશે. સાથે ભારતથી સ્માર્ટફોનની નિકાસમાં પણ તેજી આવશે. તો આઈફોનના નિર્માણમાં ખર્ચ ઓછો આવશે. તેવામાં આવનારા દિવસોમાં આઈફોનની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
વિસ્ટ્રોન કેમ વેચી રહી છે કંપની
રિપોર્ટનું માનીએ તો વિસ્ટ્રોનને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એપલની ટર્મ અને કંડીશન હેઠળ કંપનીએ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. હકીકતમાં વિસ્ટ્રોનનું કહેવું છે કે એપલ તરફથી ફોક્સકોન અને પેગાટ્રોનના મુકાબલે વધુ માર્જિલ લેવામાં આવી રહ્યું છે. તો ચીનના મુકાબલે ભારતમાં અલગ પડકાર છે, જેનાથી ભારતમાં કર્મચારીઓ સાથે કામ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેવામાં વિસ્ટ્રોન પોતાની કંપની વેચવા જઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે